નોંધણી:અગતરાયમાં મગફળી નોંધણી માટે ચાર સિસ્ટમ સાથેનો સ્ટાફ ખડેપગે

માણેકવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 95 ખેડૂતો પાસેથી નોંધણી પ્રક્રીયાના કાગળો સ્વીકારાયા

મગફળી નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે કેશોદના અગતરાય ગામમાં ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં 4 કમ્પ્યુટર સિસ્ટમ રાખવામાં આવી છે અને વીસીઇ ગોવિંદભાઇ ગોહેલ, કિશન ચૌહાણ, મીરલ સોલંકી, સુમિત ગોહેલ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને માત્ર એક જ દિવસમાં 95 ખેડૂતો પાસેથી કાગળો સ્વીકારી નોંધણી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. આ ગ્રામ પંચાયતમાં સરકારી યોજના સહિતના કામને લઈ 57 પ્રકારની સેવા આપવામાં આવી રહી છે. જેથી 10 થી વધુ ગામના લોકોનો ફાયદો થયો છે.

જિલ્લાની પ્રથમ ગ્રા.પં. આધાર કેન્દ્ર મળ્યું
અગતરાય ગ્રામ પંચાયતને આધાર કાર્ડ અપડેટ, સુધારા સહિતના કામની મંજૂરી મળી છે. જે કામગીરી ટુક સમયમાં શરૂ થશે. જૂનાગઢ જિલ્લાની પ્રથમ ગ્રામ પંચાયત છે. જેમને આધાર કાર્ડ કેન્દ્ર મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...