તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશાેદના ડીપી રાેડ પર થાેડા સમય પહેેેલાંં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં ટીલાેરી નદી કાંઠે આવેલાં 5 કરતાં વધું ઝુંપડા બળીને રાખ થયાં હતાં. આ ઘટનામાં શાકભાજી વેંચી રાેજેરાેજનું કરી ખાનાર આર્થીક નબળાં મજુર વર્ગના લાેકાેના ઝુંપડા તેમજ તેમાં રહેલ કપડાં, વાસણ, ગાેદડાં, કમાણી માટે ઉપયાેગી સાધનસામગ્રી સંપુર્ણ નાશ પામ્યાં હતાં. આ ઘટનાના પગલે વેપારી મંડળ, જલારામ મંદિર, ભારત વિકાસ પરીષદ, અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટ, સદભાવના ટ્રસ્ટ, આરએસએસ જેવી સામાજીક સંસ્થાઓ અસરગ્રસ્તાેની વ્હારે આવી હતી.
જેમાં જરૂરિયાતમંદ અસરગ્રસ્તેેાેને ગાેદડાં, ધાબડાં, રાશનકિટ, ભાેજન તેેમજ રાેકડ સહાય આપી મદદ કરી હતી. આ તકે સામાજીક કાર્યકર રજનીભાઇ બામરાેલિયા, માલદેભાઇ બારિયા, યાગેશભાઇ સાવલિયા, અરવીંદભાઇ ઝાલાએ જરૂરી મદદ પહાેંચાડી હતી. આસપાસમાં રહેનારા મહિલાઓ આર્થીક યાેગદાન પણ આપ્યું હતુંં. જાે કે રાેજેરાજનું કરીને ખાનારા અસરગ્રસ્તાેએ પાેતાના સ્વમાન ખાતર પરત આપવાની શરતે આર્થીક મદદ સ્વીકારી હતી. આ ઘટનામાં માનવત્તા અને સ્વમાન બંન્ને સંસ્કૃતીના દર્શન જાેવા મળ્યા હતાં.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.