તસ્કરો ત્રાટક્યા:કેશોદમાં 4 મકાનમાં તસ્કરો ત્રાટક્યા, હવે ગામલોકો જ રાત્રી પેટ્રોલીંગ કરશે

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોળકીને કંઈ જ હાથ ન લાગ્યું, રાત્રીના 3 વાગ્યા પછીનો બનાવ

કેશોદના ગાંધીનગર વિસ્તાર તેમજ આસપાસમાં બુધવારની મોડી રાત્રીએ અજાણ્યાં તસ્કરોએ 4 ઘરના તાળાં તોડી ચોરી કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને કાંઈ હાથ લાગ્યું ન હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ કેશોદ પંથકમાં છાશવારે ચોરીના બનાવો બને છે. જેમાં એક કે બે નહીં અસંખ્ય મિલકતોના એક સાથે તાળાં તોડી તસ્કરો ચોરી કરતાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બુધવારની રાત્રીના ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારમાં 4 મકાનોનાં તાળા તૂટ્યાં હતાં જેમાં તસ્કરોને ખાસ કાંઈ હાથ લાગ્યું ન હોય જેથી મકાન માલીકો ફરીયાદ કરવાનું ટાળી રહ્યાં હોય તેવું જોવા મળ્યું હતું.

આ અંગે આજ વિસ્તારના જાગૃત નાગરીકે ઘટના વાળી શેરીની નજીક રામદેવ પીરની પ્રસાદી હોય તમામ મોડી રાત સુધી જાગતાં હોય રાત્રીના ૩ કલાક પછી ચોરી થયાનું અનુમાન લગાવ્યું હતું. આ ચોરીની ઘટનાથી સોસાયટીમાં ડરનો માહોલ જોવા મળ્યો છે જેને લઈ હવે સોસાયટીના યુવકો રાત્રી પહેરો ભરશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જૂનાગઢમાંથી 1.47 લાખના મુદ્દામાલની ચોરી
જૂનાગઢમાં રહેતા જયકુમાર મનોજભાઈ જેઠવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને રોકડ 10 હજાર અને 1.37 લાખના દાગીનાની ચોરી કરી જતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...