ચોરી:કેશોદ પોલીસને ચેલેન્જ આપતા તસ્કરો, 2 માર્કેટની 11 દુકાનોના શટર તૂટ્યાં

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશન સામેની બંન્ને માર્કેટમાં દોઢ વર્ષ પહેલાં ચોરીની ઘટના બની હતી

કેશોદ પોલીસ સ્ટેશનની સામે આવેલ મયુર માર્કેટની 9 અને પાલીકાની સામે આવેલ શ્રીનાથજી માર્કેટની 2 દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો. જેમાં શટર તોડી રૂ.1,40,000 રોકડા, બે ચાંદીના સિક્કા સહિત રૂ.1,40,250ની ઉઠાંતરી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ મયુર માર્કેટની 150 દુકાનોની માલીકી ધરાવતાં મયુરભાઇ લલીતભાઇ લાલવાણીએ પોતાની દુકાનમાં ચોરી થતાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અન્ય દુકાનોમાં ચોરી થઇ હોય તેવા માધવ ફાયનાન્સ રૂ.2,500 રોકડા, જીતુ પટેલ આર્ટ રૂ.12,000 રોકડા ચાંદીના સિક્કા 2, એઆઇવી કોલ્ડ સ્ટાેરેજ, જય ગુરૂદેવ આયુર્વૈદિક દવાખાનું રૂ.5,000 રોકડા, અમર ઓટો, રોયલ ફાયનાન્સ રૂ.6,000 રોકડા, ભદ્રકાલી રેડીયમ, રાજધાની ઓટો સ્પેર પાર્ટસ રૂ.4,500 રોકડા, મંગલમ એન્ટરપ્રાઇઝ, સચીન મેન્સવેર એમ કુલ 11 ધંધાર્થીઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તસ્કરોએ રૂ.1,40,000 રોકડા, બે ચાંદીના સિક્કા સહિત રૂ.1,40,250ની ઉઠાંતરી કરી હતી. ત્યારે પાેલીસ સ્ટેશન સામે જ બબ્બે વખત તસ્કરી થતી હાેય ઘટના ટાેક ઓફ ધી ટાઉન બની હતી.

અન્ય સમાચારો પણ છે...