તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીપુત્રો અકળાયા:અજાબ SBIમાં પાક ધિરાણ રિન્યુ કામ ધીમી ગતિએ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફ ઓછો હોવાનું બેંક મેનેજરનું રટણ, ધરતીપુત્રો અકળાયા

કેશોદના અજાબ ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે અજાબ-શેેેરગઢના ખેડુત આગેવાનોએ એકઠા થઇ પાક ધિરાણની કામગિરી ઝડપી બનાવવા રજૂઆત કરી હતી. આ અંગે મેનેજરે સ્ટાફ વધારી ઝડપી કામગિરી કરવા બાંહેધરી આપી હતી. અજાબના એસબીઆઇમાં પાક ધિરાણની કામગિરી ઝડપી બનાવવા રજૂઆત કરી હતી. ખેડુત સંગઠનોએ વાર્ષિક પાક ધિરાણ ઓટો રીન્યુ કરવા સાંસદ, ધારાસભ્ય તેમજ સરકારને રજૂઆત કરી હતી.

જેને એકપણ બેંકે સ્વિકારી ન હતી. ઉપરાંત સમય મર્યાદામાંં લોન રીન્યુ કામગિરી પણ કરવામાં ન આવતાં ખેડુતોમાંથી ફરિયાદ ઉઠી હતી. દરમ્યાન લોન-વ્યાજ માફીની છેલ્લી તા. 30 જુન જાહેર થઇ હતી. આથી અજાબ-શેરગઢ ગામના ખેડુત આગેવાનોએ બેંક ખાતે પહોંચી લોન-વ્યાજ માફી કામગિરીની ગતિ વધારવા રજૂઆત કરી હતી. જેમાં બેંક મેનેજરે સ્ટાફ ઘટતો હોવાનું કહી સ્ટાફની ઘટ પૂરી કરી કામની ઝડપ વધારવા હૈયાધારણ આપી હતી.

માળિયા એસબીઆઇમાં કનેક્ટિવિટી ખોરવાઇ
માળિયા હાટીનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં આજે બપોરે 12 વાગે કનેક્ટિવિટી બંધ હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા. બેંકના પ્રવેશદ્વાર પર જ બેંકનું કામકાજ બંધ રાખ્યાનું બોર્ડ લગાવાયું હતું. આ અંગે બેંકના મેનેજરે જણાવ્યું હતું કે, આજે સોમવારના કારણે ઉપરથી કનેક્ટિવિટી બંધ થઈ ગઈ છે. શરૂ થશે એટલે બધા ખેડૂતો અને વેપારીઓનો વારો આવી જશે.

અન્ય સમાચારો પણ છે...