કાર્યક્રમ મોકૂફ:કેશોદ નજીકનાં માણેકવાડા માલબાપા મંદિરે આ વર્ષે શ્રાવણ માસનો મેળો રદ

માણેકવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માલબાપા મંદિરે દર વર્ષે યોજાતો મેળો આ વર્ષે યોજાશે નહી. - Divya Bhaskar
માલબાપા મંદિરે દર વર્ષે યોજાતો મેળો આ વર્ષે યોજાશે નહી.
  • કોરોના વાયરસની મહામારીને લઈ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાય

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને સરકાર દ્રારા પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ધાર્મિક સ્થળો પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે બાદમાં ધાર્મિક સ્થળો નિયમોનું પાલન કરવાની શરતે ખોલવાની છૂટ અપાઈ હતી. 

ત્યારે જ વાત કરીએ કેશોદ પંથકના માણેકવાડા ગામે આવેલ માલબાપા મંદિરની તો આ મંદિર હાલ ખુલ્લું છે.જો કે પ્રસાદ,કાર્યક્રમોની મનાઈ છે.અને હવે શ્રાવણ મહિનાને ગણતરીના દિવસો જ બાકી છે.દર વર્ષે અહીંયા મેળો ભરાય છે જો કે આ વર્ષે સાવચેતીના ભાગરૂપે આ મેળો રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચા, ફરાળ, સુખડીની પ્રસાદી પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ મંદિર ટ્રસ્ટ દ્રારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...