આવેદન:એપ્રેન્ટીસ લાઇનમેનની પરીક્ષાનાં સાત દિ' બાકી, ઓનલાઇન ફોર્મમાં ક્ષતિઓ

કેશોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરને એપ્રેન્ટીસનુું રજૂઆત સાથે આવેદન

કેશોદ એપ્રેન્ટીસ લાઇનમેનને આપવાની થતી આરઆઇની પરીક્ષાને લઇ ઓનલાઇન ફોર્મમાં ક્ષતી સર્જાઈ છે. પરિક્ષામાં ભરવાની થતી વિગતો ખામીયુક્ત હોવાથી પરીક્ષાર્થી પરીક્ષા આપી શકે તે રીતે ટુંકા સમયમાં દુર કરવામાં આવે તેવી રજૂઆત કરી પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર કેશોદને લાઈનમેન સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં જણાવાયું કે પીજીવીસીએલ ડીવીઝન ઓફીસ કેશોદ દ્વારા એપ્રેન્ટીસની આરઆઇ પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મમાં ઘણી ભુલો કરવામાં આવી છે. જેવી કે આઇટીઆઇ પાસ કરેલું હોવા છતાં નોન આઇટીઆઇ બતાવે છે, પ્રોફાઇલ અપડેટ ભુલ ભરેલુું છે, આધારકાર્ડ અપડેટ થતાંં નથી, રજીસ્ટ્રેશન ઇમેલ ખોટા બતાવે છે, કેશોદ પીજીવીસીએલ કચેરી દ્વારા કરવામાં આવેલ ઇમેલનો દિલ્હી ડીજીટી ઓફીસ દ્વારા જવાબ આપવામાં આવતો નથી. આવા અનેક કારણો બતાવવામાં આવ્યાં છે. હવે જયારે પરીક્ષાનાં 7 દિવસ બાકી છે જેથી ઓનલાઇન ફોર્મની ભુલોમાં સુધારો કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...