ભાસ્કર ઇમ્પેક્ટ:માણેકવાડામાં નવરાત્રીમાં સર્વિસ રોડ અને ગટરનું કામ શરૂ થઈ જશે

માણેકવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ પંથકના માણેકવાડા ગામે માલબાપા મંદિરને જોડતા સર્વિસરોડની કામગીરી શરૂ કરાઇ હતી. જો કે પ્રથમ ગટરના કામને પ્રાધાન્ય અપાયું હતું. પરંતુ કામ ધીમીગતિએ ચાલી રહ્યું હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. જન્માષ્ટમી બાદ લેબર રજા પર ગયા બાદ કોઈ કારણસર પરત ન ફરતા કામ બંધ થયું હતું. રજૂઆત બાદ આ કામગીરી ત્રીજા નોરતાની આસપાસ શરૂ થઈ જવાની ખાતરી આપી છે. જો વહેલીતકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો અકસ્માતના બનાવો અટકી શકે તેમ છે.

રોડ પણ બનશે જ
હાલ માં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે માત્ર ગટર જ બનશે પણ આ કામ પૂર્ણ થયા બાદ રોડની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

શું કહે છે અધિકારી?
આ અંગે અધિકારીને પૂછતાં જણાવ્યું હતું કે લેબરના લીધે કામ અટક્યું હતું જે આગામી 5 દિવસ માં આવી જશે બાદમાં તુરંત કામ શરૂ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...