તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શાળા સંચાલકના પુત્રનું નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી શિક્ષિકા પર દુષ્કર્મ

કેશોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કેશોદના ઉમિયાનગરમાં રહેતી અને ખાનગી શાળામાં ભણાવતી એક શિક્ષિકા પર એ શાળા સંચાલકના પુત્રએ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં શાળામાં તેના દસ્તાવેજોની જરૂર હોવાનું કહી તેના આધારે મેરેજ સર્ટીફિકેટ કઢાવી લીધાની ફરિયાદ યુવતીએ પોલીસમાં નોંધાવી છે.કેશોદના ઉમિયાનગરમાં રહેતી એક યુવતી ડિ પી રોડ નજીક આવેલી વી. વી. એકેડમી નામની ખાનગી શાળામાં નવેમ્બર 2020 થી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી. દરમ્યાન સંચાલકના પુત્ર અભિષેક મનસુખભાઇ આંકાેલાએ તેને સૌપ્રથમ વખત અક્ષયગઢ રોડ પર આવેલી એક વાડીએ લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અને આ વાત જો કોઇને કહીશ તો નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

ત્યારબાદ શાળાની ઉપરના માળે આવેલા ઘરમાં પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અભિષેકે તેની પાસેથી શાળા માટે આેળખ દસ્તાવેજાેની જરૂરિયાત હોવાનું કહી એ માંગ્યા હતા. અને તેના આધારે લગ્નનું સર્ટીફિકેટ મેળવી લીધું હતું. બાદમાં પોતે તેની સાથે લગ્ન કર્યાની નોટીસ પણ અખબારમાં પ્રસિદ્ધ કરાવી હતી. આ અંગે યુવતી અને પરીવારને જાણ થતાં અભિષેક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવની તપાસ પીઆઈ એન. બી. ચૌહાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...