ખેડૂતો પરેશાન:કેશોદ પંથકમાં સરદાર ડીએપી ખાતરની અછત

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે રવિપાકના વાવેતરને લઈ તૈયારી શરૂ કરવામાં આવી

જુનાગઢ જિલ્લામાં શિયાળું પાક ના વાવેતર માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ખુબ જ અગત્યનો હોય છે અને ત્યારે જ ડીએેપી ખાતરનો ઉપયોગ થતો હોય છે. હવે જયારે ખેડૂતો સરદાર ડીએપી ખરીદવા આગ્રહ રાખતાં હોય ત્યારે હાલ જિલ્લામાં ક્યાંય પણ સરદાર ડીએપી મળતું નથી.

જેનું અંદરખાને કારણ એવું જાણવા મળી રહ્યું છે કે ડીએપી એક બેગની કિંમત 1350 છે જયારે 2500 જેવી સબસીડી આપવામાં આવે છે જેથી સરકાર ને આર્થીક ભારણ લાગવા થી ખુબ જ ઓછું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બીજો ઉદેશ એ પણ હોઈ શકે કે ખેડૂતો ડીએપી નો વપરાશ ઓછો કરે ! જેની સામે હાલ આવી જ ગુણવત્તાવાળા ઈપ્કો, ક્રિપ્કો, આઇપીએલ એમ ત્રણ બ્રાંડ ઉપલબ્ધ છે છતાં વર્ષો થી જમીનમાં સરદાર ડીએપી વાવતો ખેડૂત અન્ય બ્રાંડ વાપરવા તૈયાર નથી.

હવે બન્યું એવું છે કે છેલ્લાં ઘણાં વર્ષો થી ચોમાસું સારૂ રહેતાં ખેડૂતો આર્થીક રીતે સધર બન્યાં છે જેની સાથે ડીએપી વીઘે 20 કિલો વપરાશ કરતાં હતાં તેની જગ્યા એ 25 કિલો વપરાશ કરતાં થયાં છે મતલબ કે ખર્ચો વધ્યો છે. પરંતુ ઉત્પાદન ત્યાંનું ત્યાં જ છે. 1 ટકો ખેડૂત સરદાર ડીએપી ન મળતાં ખાતર વાપરવાનું બિલકુલ ટાળી રહ્યાં છે.

સરકાર ખેડૂતોના આવા પ્રકારના ખર્ચ ઘટાડવા અને ઉત્પાદનની ગુણવત્તા વધારવા સામાજીક સંસ્થાઓના સહારે ખેતી સુધારણાં કરવા ખાતરનો ઉપયોગ ઓછો કરવા લોકો સુધી મેસેજ પહોંચાડી રહી છે ત્યારે આ બાબતને લઈ ખેડૂતો અને ખાતર બનાવતી કંપનીઓ વચ્ચે અસમંજસ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...