તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કેશોદ નજીકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદી દુષિત બનતાં 16 ગામના સરપંચે મિટીંગ યોજી

કેશોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત હિત રક્ષક સમિતી જનઆંદોલનના માર્ગે જ્યારે રાજકિય આગેવાનો સરકારમાં રજૂઆત કરશે
 • દરેક ગામના સરપંચ પાણીની લેબોરેટરી કરાવશે
 • લોકજાગૃતિના ભાગરૂપે ખેડૂતો 7 જાન્યુ.ના રોજ નદીનું પુજન કરશે

કેશોદના બામણાસા ગામમાં નદીનું પાણી દુષિત બનતાં 16 ગામના સરપંચોએ એક મીટિંગ યોજી હતી. જેમાં ઉબેણ અને ઓઝત નદીના દુષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો હતો. આ અંગે તમામ સરપંચોએ સહમતી બતાવી હતી. આ મીટિંગમાં ખેડુત હિત રક્ષક સમિતીના અતુલભાઇ શેખડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

તેમણે ઉપરવાસમાં આવેલ સાડી ઉદ્યોગ દ્વારા છોડાતાં કેમીકલયુક્ત પાણી બંધ કરાવવા લોકજાગૃતીના ભાગરૂપે ખેડુતોને એક બનવા દરેક ગામના ખેડુતો હાજર રહી આગામી 7 જાન્યુઆરી 2021ના રોજ ભુદેવો હસ્તે નદીનું પુજન કરાશે. સાથોસાથ પ્રદુષિત પાણીને શુધ્ધ બનાવવા અંજલી આપતો કાર્યક્રમ યોજવા નિર્ણય કરાયો હતો. જેનો રાજકિય આગેવાનોએ વિરોધ કરી સરકાર વિરોધી કાર્યક્રમની જગ્યાએ પ્રથમ રાજ્ય સરકારના મંત્રી જવાહરભાઇ ચાવડાના માધ્યમથી મુખ્યમંત્રીને મળવાનો આગ્રહ કરાયો હતો.

પરંતું ખેડુત હિત રક્ષક સમિતીએ કહ્યું કે સરકારે 40 વર્ષમાં કોઇનું સાંભળતી ન હોય તો અત્યારે થોડું સાંભળે? આ સરકાર તો લોકમત થી જ ડરે તેથી સરકારની સામે ઝુંકી જવાની જગ્યાએ જનઆંદોલન તેજ બનાવવા ગામડે ગામડે દરેક ખેડુતોને મળવા અડગ રહી હતી. અને જયાં સુધી સાડીના કારખાનાઓ તેમજ ધોબી ઘાટ કેમીકલયુક્ત પાણી છોડવાનું બંધ ન કરે ત્યાં સુધી ખેડુતોનું જન આંદોલન ચાલું રાખવા જણાવ્યું હતું. ખેડુતોની આ મીટિંગે એક તબક્કે રાજકિય રંગ ધારણ કર્યો હતો અંતે બંન્ને પક્ષ પોત પોતાની રીતે સરકારને રજૂઆત કરવા અને સરકાર સામે જનઆંદોલન કરવા અડગ રહ્યા હતાં. આ મીટિંગમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ તેમજ જિલ્લામાંથી દિનેશભાઇ ખટારિયા હાજર રહ્યા હતાં.

મિટીંગમાં આગેવાનો વચ્ચે ચર્ચા
વર્ષોથી પ્રદુષિત પાણી દરિયામાં લઇ જવા સરકારે રૂ.650 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાં રૂ.150 કરોડ સાડી ઉદ્યોગ એસોસિએશનને ફાળવવા પણ તૈયાર છે. પરંતુ આ પ્રોજેક્ટ કયાં ટલ્લે ચડયોે તે સમજાતું નથી તેવી મટીંગમાં રહેલા આગેવાનોએ ચર્ચા કરી હતી.

આવતીકાલે સરકારને આવેદન પાઠવશે
ખેડુત હિત રક્ષક સમિતીના અતુલભાઇ શેખડાએ જણાવ્યું કે ભાટગામ થી લઇ ઉબેણ અને ઓઝત નદી કાંઠે 42 ગામો આવેલ છે. સાૈપ્રથમ કારખાનાવાળા પ્રદુષિત પાણી ન છોડે તેથી 15 દિવસ ક્લોઝર રીપાર્ટને લંબાવવા આવતીકાલે સરકારને આવેદનપત્ર આપશું. જયારે આગામી 7 જાન્યુ. 2021ના રોજ પ્રદુષિત બનેલી નદીનું પાણી શુધ્ધ બને તે માટે દરેક ગામ તેનું પુંજન કરી અંજલી આપતો ધાર્મીક કાર્યક્રમ યોજશે.

દુષિત પાણીથી અનેક સમસ્યાઓ
ખેડુતોએ જણાવ્યું કે કેમીકલયુક્ત પાણીથી પાકને નુકશાન, પશુ પાણી પીતા નથી, કપડા ધોવાનું બંધ, માછલાઓના મોત, પાણીનો ઉપયોગથી ચામડીના રોગ જેવી સમસ્યાઓ ઉઠવા પામી છે. સરકાર કોઇ કાર્યવાહી નહી કરે તો 2 વર્ષ બાદ ખેડુતોએ હીજરત કરવાનો વારો આવશે તેવી સ્થિતી હાલ નિર્માણ થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો