આંદોલન:શાસક પક્ષ પાસે માત્ર 4 મહિના, અમે સત્તા પર આવશુ તો મંત્રીઓના પ્રશ્નો ઉકેલાશે : કોંગ્રેસ

કેશોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ તા.પં. ખાતે તાલુકા ભરના તલાટી કમ મંત્રી તેની પડતર માંગણીઓનો સરકાર ઉકેલ લાવે તે માટે આંદોલન પર બેઠા છે. ત્યારે આંદોલનના ત્રીજા દિવસે તાલુકા અને શહેરના કોંગ્રેસ આગેવાનોએ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન કોંગ્રેસના તાલુકા પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયાએ જણાવ્યું કે તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કર્યા બાદ તેમના ગ્રેડ પે અને પ્રમોશન અંગેના પ્રશ્નો વ્યાજબી છે તેથી અમારો સંપૂર્ણ ટેકો છે. અગાઉ પણ તેમણે આંદોલન કર્યું જેના પ્રત્યુતરમાં સરકાર તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા ઉંણી ઉતરી હતી તેથી ફરીથી તેમણે આંદોલન શરૂ કરવા ફરજ પડી છે.

હાલ તલાટી મંત્રીઓનું આંદોલન ચાલું હોય ગામડાના લોકો ખૂબ હેરાન થઈ રહ્યાં છે તેથી તેના પ્રશ્નનો ઝડપથી નિવેડો આવે તેવું પગલું ભરવા સરકાર પાસે માંગ કરી હતી. કોંગ્રેસ સમિતીએ માર્મિકતા થી જણાવ્યું કે અત્યારે અમે વિરોધ પક્ષ છીએ સરકાર સમક્ષ તલાટીની માંગ રાખવી તે અમારી ફરજ છે. હવે શાસક પક્ષ પાસે માત્ર 4 મહિના છે. જો તલાટીના પ્રશ્નો હલ નહીં થાય અમારૂ શાસન આવતાં તેમનાં પ્રશ્નોનું નિરાકરણ 100 ટકા લાવીશું તેવી બાંહેધરી આપી આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...