રેસ્કયુ:કેશોદ પોલીસ સ્ટેશનમાં રોઝ ઘૂસ્યું, રેસ્કયુ કરાયું

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટા એરપોર્ટની સંરક્ષણ દિવાલ કુદતા ઈજાગ્રસ્ત થયું

કેશોદ પોલીસ સ્ટેશનમાં અચાનક રોઝ આવી પહોચ્યું હતું. અને વનવિભાગને જાણ કરવામાં આવી હતી. અને સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને તકેદારીનાં ભાગ રૂપે રોઝને બેભાન રોઝનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને ઈજાગ્રસ્ત હાલતમાં હોય જેથી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયું હતું.

એરપોર્ટની કાંટાળી સંરક્ષણ દિવાલ કુદીને આવ્યું હોય. જેથી ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. લોકોએ કહ્યું હતું કે, પલ્લવીનગર, ચુન્નાભઠ્ઠી રોડ, રેલ્વે ક્રોસ કરી સીધું જ પોલીસ સ્ટેશન તરફ દોડી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...