તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મઘરવાડા, લુશાળાને જોડતો રસ્તો મંજુર થયો, હજુ સુધી કામ શરૂ ન થયું, વાહન ચલાવવું પણ મુશ્કેલ થવા સાથે અકસ્માતમાં પણ વધારો થયો

માણેકવાડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો 15 દિવસમાં કામ શરૂ નહિ થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી

કેશોદ તાલુકાનાં મઘરવાડા-લુશાળાને જોડતો માર્ગનાં સમારકામ માટે ગ્રાન્ટ મંજુર તો થઇ પરંતુ હજુ સુધી કામ શરૂ થયુ નથી. મઘરવાડા ગામથી ડેરવાણ, લુશાળા જતા માર્ગ પર દિવસભર વાહનોની અવર-જવર જોવા મળતી હોય છે. આ રસ્તેથી મેંદરડા જવા માટે પણ શોર્ટકટ રસ્તો પડે છે. પરંતુ આ માર્ગ પર ઘણા સમયથી ખાડા પડી ગયા છે. જેથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.

આ 10 કી.મી.ના માર્ગના નવીનીકરણના કામને લઈ મંજૂરી પણ મળી ગઈ છે. તેમ છતાં આજદિન સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી. 15 દિવસમાં આ પ્રશ્નનનું નિરાકરણ કરવામાં નહીં આવે તો 3 ગામના લોકોને સાથે રાખી આંદોલન શરૂ કરવાની ચીમકી પી.ડી. ડાંગરે આપી છે. જ્યારે આ અંગે સી.એમ. વિજય રૂપાણીને પણ રજૂઆત કરવામાં આવી છે.

કાંકરીથી બાઈક સ્લીપના બનાવ
મઘરવાડા ફાટકથી ગામને જોડતા માર્ગ પર પણ ખાડાઓ જોવા મળી રહ્યાં છે. આ રસ્તા પર કાંકરીના ઢગલા પણ જોવા મળી રહ્યાં છે. આ રેતીના ઢગલાના કારણે બાઈક સ્લીપ થતા અકસ્માતના બનાવોમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો