તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીપુત્રોનો નેતાઓને સવાલ:ચૂંટણીમાં મત આપી ખુરશી પર બેસાડ્યા છતાં ખાતરમાં ભાવવધારો કરશો?

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીએપી સહિતનું ખાતર ડેપો પર પહોંચતું કરાયું. - Divya Bhaskar
ડીએપી સહિતનું ખાતર ડેપો પર પહોંચતું કરાયું.
  • ખેડૂતને એક બેગ દીઠ રૂ.600 વધુ ચૂકવવા પડશે, આર્થિક ફટકો નક્કી, નેતાઓ આગળ આવે

ખેડૂતો પાક તૈયાર કરવામાં મસમોટો ખર્ચ કરી રહ્યાં છે અને પાક તૈયાર થતાની સાથે જ પૂરતા ભાવ મળતા નથી જેથી આર્થિક ફટકો પડી રહ્યોં છે ત્યારે જ રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાની વાત કરીએ તો ચૂંટણી સમયે સરકારે એવું કહ્યું હતું કે ખાતરમાં કોઈજ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યું નથી એ બધી વાતો ખોટી છે.

પરંતુ હાલ જે તે કંપનીઓ દ્રારા ડીએપી સહિતનું ખાતર ડેપો પર પહોંચતું કરવામાં આવ્યું છે.જેમાં નવો ભાવ જોવા મળી રહ્યોં છે. જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.જ્યારે ખેડૂત નેતાઓ તેમજ રાજકીય નેતાઓ ચૂંટણી સમયે ખેડૂતોના પ્રશ્ને મેદાન માં આવતા હોય છે.પરંતુ ખાતરમાં થયેલા ભાવ વધારા મુદ્દે આગળ ન આવતા કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.

ઓનલાઈન રજૂઆત થઈ શકે
હાલ કોરોના મહામારીને લઈ ભીડ એકઠી કરવી શક્ય નથી જો કે હાલ સરકારી કચેરીઓમાં ઓનલાઈન કામગીરી શરૂ છે જેમના માધ્યમથી પણ આવેદન આપી શકાય તેમ છે.

શું રાજકીય ઉપયોગ?
હાલ માં ખેડૂતો આ પ્રશ્નને લઈ ચિંતિત બન્યા છે તો છું ચૂંટણી સમયે ખેડૂતોને આગળ કરી તેમનો રાજકીય ઉપયોગ થઈ રહ્યોં છે ?તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...