જૂનાગઢ:અગતરાય પાસે રીક્ષા પલ્ટી: 1નું મોત

કેશોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાડો આવતા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

અગતરાય રોડ બાયપાસ ચોકડી નજીક છકડો રીક્ષાએ પલ્ટી મારતાં ચાલકનું મોત નિપજયું હતું. યુવકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લવાયો હતોે. આ ઘટનાની જાણ થતાં પરીવાર ગમગીન બન્યો હતો.

રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષાએ પલ્ટી મારી હતી
કેશોદ અગતરાય રોડ બાયપાસ ચોકડી નજીક મંગળવારની રાત્રીના ભાવેશભાઇ ભુપતભાઇ બાબરિયા (ઉ વ 34) રહે. કડાયા નામનો યુવક ખાલી રીક્ષા લઇ કેશોદ શહેરમાં પ્રવેશ કરી રહ્યો હતો. ત્યારે  અચાનક રોડ પર મોટો ખાડો આવતા રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષાએ પલ્ટી મારી હતી અને ખાડામાં જઇ પડી હતી. જયારે ચાલક યુવક રોડ પર પટકાતાં ત્યાંજ બેભાન અવસ્થામાં લોહીથી લથબથ તરફળિયા મારતો હતો તે સમય દરમિયાન ત્યાંથી નેશનલ હાઇવેનું વાહન નીકળતાં યુવકને હોસ્પિટલ લઇ જવાયો હતો જયાં હાજર ડોકટરે મોત નિપજયાનું જણાવ્યું હતું. યુવક પાસે રહેલ મોબાઇલ આધારે તેની આેળખ માળિયા તાલુકાના કડાયા ગામનો હોવાનું થઇ હતી. અને તેના પરીવારને અકસ્માતની જાણ કરતાં તેઓ તાત્કાલીક હોસ્પિટલે પહોંચી ગયા હતાં પોલીસે યુવક પાસે રહેલ મોબાઇલ અને મોટી રોકડ રકમ તેમના પરીવારને સોંપી હતી.

ખાડા તાત્કાલિક પૂરી દેવામાં આવશે
કેશોદ અગતરાય રોડ પર ઘણા સમયથી મસમોટા ખાડા હોય જેનાથી અનેક ગંભીર અકસ્માત થયા છે તે અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ ડે ઇજનેર દિનેશભાઇ ભાસ્કરને જણાવતાં તેમણે તાત્કાલીક ખાડા પુરવા બાંહેધરી આપી હતી. - દિનેશભાઇ, મકાન વિભાગના ઇજનેર

અન્ય સમાચારો પણ છે...