રજૂઆત:સીટી સર્વે અને ઇધરા વચ્ચે 7 વર્ષથી સંકલનના અભાવે રેવન્યુ નોંધ અટકી

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ, ચોરવાડ શહેર સંગઠન પ્રમુખની પ્રભારી મંત્રીને લેખીત રજૂઆત

કેશોદમાં સીટી સર્વે ઓફીસ અને ઈધરા વચ્ચે સંકલનના અભાવે છેલ્લા 7 વર્ષથી શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં મિલકતોની વારસાઈ તેમજ વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવતી નથી. આથી આ સમસ્યાનું સમાધાન કરવા જૂનાગઢ જિલ્લા પ્રભારીને કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ ભાલાળાએ લેખીત રજૂઆત કરી છે.

પત્રમાં જણાવાયું કે સરકાર દ્વારા પોપર્ટી કાર્ડ માટે 2016માં યોજના બનાવવામાં આવી છે. ત્યારથી આ યોજના હેઠળ કોઇ ખાસ પ્રગતિ જોવા મળી નથી. સામાન્ય રીતે પોપર્ટી કાર્ડ બને તે પહેલાં સીટી સર્વે વિભાગે ઇધરા વિભાગમાંથી તમામ માહિતીઓ મેળવવાની થતી હોય છે. જ્યાં સુધી સીટી સર્વે વિભાગ સક્ષમ ન બને ત્યાં સુધી તમામ નોંધણીની કાર્યવાહી ઇ ધરાએ કરવાની હોય છે. જેની ફરિયાદના આધારે કલેક્ટરે હુકમ કર્યો હોવા છતાં પરીપત્રને દ્વિઅર્થી બનાવી કામગીરી થઈ નથી. જુદી જુદી નોંધ ન પડવાથી મિલકતધારકોને આર્થીક માર, કોર્ટ કચેરીના ધક્કા તેમજ પરીવાર વચ્ચે વૈમનસ્ય વધી રહ્યું છે.

ચોરવાડની સીટી સર્વે કચેરી સંપુર્ણ જર્જરીત હાલતમાં
ચોરવાડ ખાતે ઘણા સમયથી સીટી સર્વેયરની કચેરી સંપુર્ણ જર્જરીત હાલતમાં છે. આથી ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભી દ્વારા જિલ્લા પ્રભારીને મંત્રિને નવું બાંધકામ બનાવવા માટે રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...