આંદોલનની ચિમકી ઉચ્ચારી:કેશોદમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરો, સુત્રોચ્ચાર સાથે પશુપાલન મંત્રીને આવેદન

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદમાં 14 એપ્રિલના ડો. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતીના દિવસે તેમની પ્રતિમાને હારતોરા કરી ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમને સંબોધી તેની ઓફિસ ખાતે જૂની પેન્શન યોજના ફરી લાગું કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગું કરવી, કરાર આધારિત ફિક્સ પગાર પ્રથા બંધ કરવી, કેન્દ્રીય પગાર પંચની ભલામણ મુજબ બાકી ભથ્થાઓ તુરંત આપવા, મૂળ નિમણૂંક તારીખથી સળંગ નોકરી ગણવી, ઉચ્ચતર પગાર ધોરણ 10, 20 કે 30 વર્ષે આપવું વગેરે માંગ કરવામાં આવી છે. જો સરકાર પોતાની માંગ નહીં સ્વિકારે કર્મચારી સંગઠન જૂની માંગને લઈ સમયાંતરે સરકાર સમક્ષ અવાજ ઉઠાવતાં રહેશે અને જરૂર જણાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...