રજૂઆત:માંગ્યું ખરીફ ધિરાણ, બેંકે વ્યાજ કમાવા વણ માંગ્યું રવિ પાક ધિરાણ જમા કર્યું

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બેંક મેનેજરે બે હાથ જાેડી રજૂઆત કરનારાને કહ્યું કે અગર આપ ખેડુતાે કા ભલા ચાહતે હાે તાે એસા મત કીજીએ. - Divya Bhaskar
બેંક મેનેજરે બે હાથ જાેડી રજૂઆત કરનારાને કહ્યું કે અગર આપ ખેડુતાે કા ભલા ચાહતે હાે તાે એસા મત કીજીએ.
  • અજાબની એસબીઆઈ બેંકના કર્મી અને ગ્રાહકો વચ્ચે વહીવટી મગજમારી
  • ખેડૂતોએ વિરોધ નોંધાવી બેંક મેનેજર સહિત CMને લેખિત રજૂઆત કરી

કેશોદના અજાબ ગામે ખેડૂતોએ એસબીઆઇ બેંક ખાતે પહોંચી જરૂરિયાત ન હોવા છતાં મંજુરી વગર રવિપાક ધિરાણની રકમ બચત ખાતામાં જમા કરવા સામે વિરોધ નોંધાવી બેંક મેનેજરને રજૂઆતો કરી હતી અને મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી છે. મળતી વિગતો અનુસાર ખેડૂતોને ખેતી કરવા આર્થીક સહાયના રૂપમાં રૂ.3 લાખથી નીચેના પાક ધિરાણ પર વ્યાજ માફી આપવામાં આવે છે. જે વ્યાજ ભર્યા પછી કેન્દ્ર તરફથી 3 અને રાજ્ય તરફથી 4 ટકા સબસીડીના રૂપમાં પરત કરવામાં આવે છે.

પરંતુ આ પાક ધિરાણમાં ખેડુતોની મંજુરી હોવી જરૂરી છે. હવે બન્યું એવું કે કેશોદના અજાબ ગામે 10 થી 12 ખેડુતો એવા છે કે જેને રવિપાક ધિરાણની કોઇ જરૂરિયાત ન હોય. તેમની મંજુરી વગર એસબીઆઇ બેંક દ્વારા તેના બચત ખાતામાં ધિરાણની રકમ જમા કરી દેવામાં આવી હતી. જેથી વ્યાજની સબસીડી મળે તે પહેલાં વ્યાજતો ભરવું જ પડે! જરૂરિયાત ન હોય તો વ્યાજ શા માટે ભરવું તેમ કહી બેંક મેનેજર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બેંક મેનેજરે બે હાથ જોડી આ બધુ ખેડુતોના ભલા માટે થાય છે તેમ જણાવ્યું હતું. પરંતુ ખેડૂતોએ વાત ન માની મુખ્યમંત્રીને એક નકલ રવાના કરી હતી.

મંજુરી વિના ધિરાણ જમા ન થાય
બેંક મેનેજરે જણાવ્યું કે મંજુરી વગર પાક ધિરાણ ખેડૂતોના ખાતામાં જમા થતી નથી. બેંકનો હેતુંં ખેડૂતોને મદદરૂપ બનવા વ્યાજ વગર રૂ.3 લાખનું ધિરાણ આપવાનો છે. જે ખેડુતાેના હિતમાં છે.

વણમાંગ્યું પાક ધિરાણ
કેશોદ તા.પં. સદસ્ય પતિ નિલેશભાઇ અઘેરા અને મંડળી પ્રમુખ મગનભાઇ અઘેરાએ જણાવ્યું હતું. કે ખેડૂતોને જરૂરિયાત ન હોય તેવા સંજોગોમાં બેંકે તેના ટાર્ગેટ પુરા કરવા રવિ પાક ધિરાણ ખેડૂતોના બચત ખાતામાં જમાં કરવુું જાેઇએ નહીં.

અન્ય સમાચારો પણ છે...