કેશોદ પંથકના બામણાસા ધેડ ગામે જુદી જુદી 2 જગ્યાઓ પર માટીના પાળા બનાવી વરસાદી પાણી રોકવા ગેરકાયદેસર પ્રવૃતિ કરાતાં પાડોસી ખેડુતોએ પાળા દુર કરવા ડે. ક્લેક્ટર અને મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં સાબલી નદી કાંઠાના ખેડૂતોએ જણાવ્યું કે સરકાર દ્વારા 34 લાખના ખર્ચે પાણી નિકાલા માટે પાઇપ લાઇન નાખવામાં આવી છે.
પરંતુ 5 ખેડૂતો દ્વારા આ પાઇપલાઇનને બંધ કરી દઈ માટીના પાળાઓ બનાવી વરસાદી પાણી રોકવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આથી વરસાદી પુર આવતાં આશરે 1000 વિધા જમીન પાણીમાં ગરકાવ થતાં પાક નિષ્ફળ જવા પુરેપુરી સક્યતા રહેલી છે. જયારે આ પાળાના કારણે પાણી ઘરમાં ધુંસી જતું હોય ખેતી પાક, માણસ, માલઢોર અને ઘાસચારાને નુકશાન થવાની પુરેપુરી ભીંતી રહેલી છે.
તંત્ર દ્વારા અધુરી કામગીરી પૂર્ણ કરવા માંગ
પાડોદર અને બામણાસા રોડ પર બંને ગામની સીમ વચ્ચે 2 વર્ષ પહેલાં તંત્ર દ્વારા પાળા હટાવવા વરસાદ આવતાં અધુરી કામગીરી છોડી દેવામાં આવી હતી. જેમાં ખેડૂતે ગેરકાયદેસર પાળો હટાવી જમીન ઊંચી અને સમતલ બનાવી નાખી હતી. જેથી ઉપરવાસના વરસાદી પાણી રોકાતાં જમીન પાણીમાં ગરકાવ થાય જે જમીન અન્ય જમીનની સાથે લેવલ કરવામાં આવે માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.