તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એગ્રીકલ્ચર:મગફળીના વાવેતરમાં રાહત યોજના, 10 હજારની સબસિડી

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદ ખરીફ મગફળી બ્લોક નિર્દેશનની તેલીબિયાં યોજના હેઠળ નેશનલ ફૂડ સિક્યોરિટી મીશન દ્વારા ખેડુતોને ચોમાસા પહેલાં મગફળીના નવા સંશોધનની જાત ઉગાડવા એક કીટ આપવાની યોજના બનાવાઇ છે. જેની કિંમત રૂ. 22 હજાર જેવી થવા જાય છે. જેમાં ખેડુતોને આ કિટની 50 ટકા રકમ અથવા રૂ. 10 હજાર પૈકી જે ઓછું હોય તે સબસિડી પેટે અપાય છે. આ યોજના અંતર્ગત 2 થી 3 ગામના બ્લોક બનાવાય છે. જેમાં 50 ખેડુતોનો સમાવેશ કરાય છે. એટલેકે, ઓછામાં ઓછી 1 હેક્ટર જમીન ધરાવતા 1 ગામ દીઠ 25 ખેડુતોને આ લાભ મળે છે. આવી રીતે તાલુકામાં 3 બ્લોકમાં 150 ખેડુતોને આવરી લેવાશે. જે પૈકી 70 ખેડુતોએ આ યોજનાનો લાભ લઇ લીધાે છે.

આ વર્ષે જ્યારે 32 થી 36 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થવાનું છે ત્યારે આ યાેજના હેઠળ મગફળીની 22 નંબરની જાતનું જે ખેડુત વાવેતર કરે તેને સબસીડીનો લાભ મળે છે. આ કીટમાં મગફળી તૈયાર થાય ત્યાં સુધી બિયારણ ખાતર, દવા સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. જેમાં રૂ. 10,000 સબસિડી આપવામાં આવેે છે. ખેતીવાડી વિભાગની આવી યોજના પાછળ ખેડુતો અસરકારક રીતે મગફળીની નવી જાતની ખેતી કરી ઉંચું ઉત્પાદન મેેેેળવી શકે એવો હેતુ છે.

અન્ય સમાચારો પણ છે...