તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમીમાંથી આંશિક રાહત:કેશોદનાં માણેકવાડા ગામમાં સવારના સમયે વરસાદી ઝાપટું

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મગફળીના પાકને કોઈ જ ફાયદો નહીં

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ બેસી રહ્યાં છે. પરંતુ મેઘરાજાની કૃપા થતી ન હોય જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે આશરે 1 મહિના પહેલા મોટાભાગના ખેડૂતો મગફળીના પાકનું વાવેતર કરી ચૂક્યા છે.

ત્યારે જ કેશોદ પંથકના માણેકવાડા ગામે અસહ્ય ઉકળાટ બાદ સવારના સમયે વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જો કે સામાન્ય વરસાદ હોવાથી મગફળીના પાકને કોઈ જ ફાયદો થયો નથી. જેથી ધરતીપુત્રો સારા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈ બેસી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...