તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતીવાડી:કેશોદ યાર્ડમાં 361 ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી

કેશોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેશોદ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થઇ ત્યારથી આજ સુધી કુલ 11 દિવસ ખરીદી થઇ છે. જેમાં 540 ખેડુતોને એસએમએસ અને ફોન કરી જાણ કરી હતી. જે પૈકી 361 ખેડુતોના 7,119 કટ્ટા ચણાની ખરીદી થઇ છે. 30 નવે. સુધી ચાલનાર આ ખરીદીમાં કુલ રજીસ્ટ્રેશનના 7,711 માંથી 5,155 ખેડુતો ચણા વેચવા આવે એવી અને 1 લાખ કટ્ટા એટલેકે, 67 ટકા ચણાની ખરીદી થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વળી બિન અનુભવી કર્મચારીઓને લીધે ખેડુતો અને તંત્ર વચ્ચે ચકમક ઝરે છે.

જેમાં ગ્રેડીંગ, મજુરી, બારદાનનું વજન, વજન કાંટાનું રીપેરીંગ ન થવું, ખરીદીમાં વાર લાગવી, સ્થળ પર જણસ સાચવવા કે ખેડુતો માટે પીવાના પાણીની વ્યવસ્થા ન હોવી, વેર હાઉસ ખાતે સમયસર જણસ ન પહોંચવી, જેવી ત્રુટિ જોવા મળે છે. આ રીતે ખેડૂતો અહીં દુ:ખી થાય છે. કેશોદ યાર્ડમાં અનેક અસુવિધાને કારણે ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો