તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ:ટીલોળી નદી કાંઠેે પ્રિમોન્સુનનું કામગીરી થઇ પણ અધકચરી

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ નદી 100 ટકા સાફ સુથરી બની રહે તેવી શહેરીજનોની માંગ

સરકારી તંત્ર ચોમાસા પહેલાં પ્રીમોન્સુનની કામગીરી કરે જેથી જાહેર કે ખાનગી મિલકતોને નુકશાન થતું અટકે અને મોટી દુર્ઘટના ટાળી શકાય તેમ છે.

કેશોદ જલારામ મંદિર સામેના ભાગે ટીલાેળી નદી અને તેના કાંઠાના ભાગે પીજીવીસીએલ પોલના ફરતે મોટા વૃક્ષો અને પોલને ફરતે વિંટળાયેલી ગાંડી વેલ જોવા મળતી હતી. આ અંગે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રકટ થતાં તંત્ર હરકતમાં આવી સફાઇ કામગીરી હાથ ધરી હતી. જો કે હજુ તંત્રએ દીલ દઇ 100 ટકા કામગીરી કરાઈ નથી. હજુ પણ નદીના વચ્ચોવચ્ચ ભાગે ગાંડા બાવળો તેમજ પ્લાસ્ટીક-કાગળનો કચરો જેમને તેમ પડયો છે. શહેરીજનો ટીલોળી નદી સંપુર્ણ સાફ બને તેવી માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...