તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધૂરી કામગીરી:કેશોદમાં પ્રિમોન્સુનની કામગીરી અધૂરી, કર્મચારીને ઠપકો મળ્યો

કેશોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં પ્રિમોન્સુનની કામગીરી અધૂરી કરાઇ. - Divya Bhaskar
કેશોદમાં પ્રિમોન્સુનની કામગીરી અધૂરી કરાઇ.
  • ઇન્ચાર્જ ડે. કાર્યપાલક ઇજનેરે ફાેટા જાેયા બાદ પૂર્ણ કામગિરી કરવા આદેશ આપ્યો

કેશોદનો શહેરી વિસ્તાર ધીરે ધીરે ગીચ બનતો જાય છે. આયાેજન વગર આડેધડ બનતા મકાનાે અને રસ્તાઓ, જ્યાં ત્યાં પડ્યો રહેતો મકાનનો કાટમાળ, ધૂળ-કચરાના ઢગલા તેમજ ભૂમાફિયા દ્વારા કરવામાં આવતી પેશકદમીને લીધે વરસાદી પાણીનો ભરાવો અને વ્હેણ બદલાતા હોય છે. આથી માર્ગ અને મકાન વિભાગ પ્રિમોન્સુન કામગિરી કરે છે. પણ કર્મચારી દ્વારા અધૂરી કામગિરી કરાતાં અધિકારીએ તેને ઠપકો આપ્યો હતો.

કેશોદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરના અગતરાય રોડ અને એરપોર્ટ રોડનેે જાેડતાં ખુણાના ભાગે આવેલા બે જુદા જુદા પુલની આસપાસ માટી, કચરો હટાવવા જેવી પ્રિમોન્સુનની કામગિરી અધૂરી રાખી દેવામાં આવી છે. જેમાં પુલના બન્ને છેડે માટી હટાવી કામગિરી પુર્ણ કરવામાં આવી હતી. પરંતુ પુલના અંદરના હિસ્સામાં પૂરતી સફાઇ ન કરાતાં તે માટીથી દબાયેલોજ રહ્યો હતો. આથી માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક સાધી ઇન્ચાર્જ ડે. કાર્યપાલક ઇજનેરને પ્રિમોન્સુનની અધૂરી કામગિરીના સ્થળે પાડેલા ફોટા બતાવવામાં આવ્યા હતા. આથી અધીકારીએ કામગિરી અધૂરી હોવાની વાત સ્વીકારી હતી. અને તાત્કાલીક તેમના કર્મચારીને કામગિરી બરાબર કરવા ઠપકો પણ આપ્યો હતો.

આ ઘટના પરથી એ સ્પષ્ટ થઇ ગયું છેકે, ચોમાસામાં જે જગ્યાએ વરસાદી પાણી ભરાવાની ઘટના બને છે ત્યાં કાં તાે પ્રિમોન્સુન કામગિરી થઇ નથી હોતી અથવા કામ અધૂરું છોડી દેવાયું હોય છે. અને અધિકારીએ સ્થળની મુલાકાત લેવી જરૂરી બને છે.

અન્ય સમાચારો પણ છે...