તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:કેશોદના કોમ્પલેક્ષમાં વીજ પ્રવાહની વધઘટથી ઉપકરણોને ભારે નુકસાન, એપાર્ટમેન્ટના ઉપરના માળેથી શેરડીનો સાંઠો તાર પર પડતાં પાવર રીટર્ન થયો :પીજીવીસીએલ

કેશોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેશોદના સમ્રાટ શોપીંગ સેન્ટરની એક દુકાનમાં વીજ પ્રવાહની વધઘટ થતાં તમામ એલઇડી લાઇટને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે પીજીવીસીએલમાં ઓનલાઇન ફરીયાદ નોંધાવાઇ હતી. દરમ્યાન ઉપરના માળેથી શેરડીનો સાંઠો વીજ વાયર પર પડતાં પાવર રીટર્ન થતાં શોર્ટ સર્કીટ થયાનું વીજ કંપનીના સુત્રોનું કહેવું છે. કેશોદના જે કોમ્પલેક્ષમાં ઘટના બની તેમાં વીજ કંપનીએ દુકાન ધારકોને લોડ વધારો માંગવા કહેવાયું હતુું.

જે પૈકી અમુક વેપારીઓએ લોડ વધારો માંગી પણ લીધો હતો. આમ છતાં અકસ્માત થતાં વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, વીજ કંપની દ્વારા વાયરોને જેમના તેમ ખુલ્લા છોડી દેવા, લેખિત અરજી કરવાનો આગ્રહ રાખવો, મોટા અકસ્માત થાય એ પહેલાં કાર્યવાહી ન કરવી, લોડ વધારો લીધેલ વેપારીએ સહન કરવાનું જ રહે જેવી નિતી રાખી છે. વળી અધિકારી દ્વારા પોતાનો બચાવ કરવા કાગળો પર કાગળો આપી ગ્રાહકોને પરેશાન કરવામાં આવે છે. આવા અનેક સવાલો વચ્ચે વીજ કંપનીની બેધારી નિતીથી વેપારીઓમાં રોષ જાેવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...