કોર્ટનો નિર્ણય:ગ્રાહકોનાં નાણાં ચાઉ કરનાર પોસ્ટ કર્મીને સાત વર્ષની સજા

કેશોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નકલી પાસબુક પકડાવી દીધી 'તી
  • ​​​​​​​રંગપુર બ્રાંચનાં કર્મી સામે રૂ. 1 લાખની છેતરપીંડીની પોલીસ ફરિયાદ થઇ હતી

કેશોદના રંગપુર પોસ્ટ ઓફિસ ખાતે ફરજ બજાવતાં કર્મચારીએ પોસ્ટ ઓફિસના ગ્રાહક સાથે 1 લાખની છેતરપીંડી કરતાં કેશોદ કોર્ટે કર્મચારીને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. કેશોદના કૃષ્ણનગરમાં રહેતાં ગીરીશકુમાર ઉર્ફે મુનાભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાય રંગપુર ખાતે આવેલ પોસ્ટ ઓફીસની બી.ઓ શાખામાં ફરજ બજાવતાં હતાં. વર્ષ 2009માં છેતરપીંડી બહાર આવી હતી જેની 2010માં ફરીયાદ દાખલ કરાઈ હતી.

પોસ્ટ ઓફીસના ગ્રાહક લાખુબેન ભીખુભાઈએ આ કર્મચારીને 1,00,000 લાખની રકમ પોસ્ટ ઓફીસમાં જમા કરવા આપી હતી. જે કર્મચારીએ અંગત સ્વાર્થમાં વાપરી નાખી જમા કરાવી ન હતી. અને શાહેદને ખોટા ખાતા નંબર અને સહીઓ વાળી ખોટી પાસબુક આપી દીધી હતી. જેનો કેશોદના એડી ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કપિલ આર ગોહેલની કોર્ટમાં ચાલી જતાં વકીલોની દલીલો શહેદોને તપાસી પોસ્ટ ઓફિસના કર્મચારીને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ કેસમાં ફરીયાદી પક્ષે સરકારી વકીલ તરીકે એમ એલ સૈયદ રોકાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...