મજબૂર:રાજકીય દબાણે કેશોદ શહેરને પાણી વેચાતું લેવા મજબૂર કર્યું

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1972 થી કેશોદ શહેરને મળતું સાબલી નદીનું પાણી વર્ષ 2012 માં બંધ કરાવાયું હતું

કેશોદ નગરપાલીકા પાસે ઇસ 1972 ની નગરપંચાયત વખતની લાખોના ખર્ચે તૈયાર થયેલી સાબલી વોટર વર્કસ યોજના છે. છતાં રાજકીય હસ્તક્ષેપના કારણે છેલ્લાં 9 વર્ષથી એ બંધ હાલતમાં છે. આ યોજના કાર્યરત થાય તો કેશોદ શહેરને રોજનું 50 લાખ લીટર પાણી મફત મળે એમ છે. જાે એમ થાય તો પાલીકાને રોજની 20 હજારની બચત થાય. ઉપરાંત પાલીકા દ્વારા કેશોદવાસીઓ પાસેથી ઉઘરાવાતા પાણી વેરામાં પણ ઘટાડો થાય એવી શક્યત્તા છે. આ યોજનામાંથી ઇસ 2008 માં પાણી ઉપાડી સીધું અગતરાય રોડ પર આવેલી પાલીકાની ટાંકીમાં ઠલવાતું હતું.

ત્યારબાદ તેમાં ફેરફાર કરાયો હતો. જે સાબલી નદીથી વાયા બડોદર અને ફાગળી થઇ ત્રાંગળશા પીર સંપમાં ઠલવાતાં 8 કિમી લાંબી 300 એમએમડીઆઇ પાઇપ પથરાયેલી છે. પણ એક કહેવાતા રાજકીય આગેવાને સ્થાનીક ખેડુતોને સિંચાઇનો લાભ મળતો ન હોવાનો ATVT માં પ્રશ્ન મૂકી તત્કાલિન ધારાસભ્યના દબાણથી ઇસ 2012 માં બંધ કરાવી હતી. સાબલી યોજનામાં હાલ સ્થળ પર 100 એચપીના 2 પંપ છે. જે પ્રતિ સેકન્ડ 68 લીટર પાણી કાઢી શકે એવો છે. નદીમાં 3 પાતાળ કુવા છે.

માત્ર રાજકીય દબાણથી યોજના બંધ કરાતાં કેશોદના નાગરીકો સાથે અન્યાય થઇ રહ્યો છે. જાે આ યોજના કાર્યરત થાય તો 50 લાખ લીટર અને તેની સાથે રોજ ખરીદાતું 60 લાખ લીટર પાણી એકસાથે મળે. તો કેશોદવાસીઓને એકાંતરા પાણી મળી શકે એમ છે.

કેશોદ પાલિકાને પાણી વેચાતું ન લેવું પડે
કેશોદ પાલીકા ઓઝત 2 નું રોજ 60 લાખ લીટર પાણી વેચાતું લે છે. જેના પાણી પુરવઠા બોર્ડને 1000 લીટરના રૂ. 4 લેખે રોજના 24,000 ચૂકવવા પડે છે. } તસવીર - પ્રવિણ કરંગીયા

અમે યોજના કાર્યરત કરાવવા માંગ કરીશું: પાલિકા પ્રમુખ
સાબલી વોટર વર્કસ યોજનાનું પાણી ચાલું થાય તો શહેરને મફતમાં પાણી મળી રહે. આ માટે અમે પશુપાલનમંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રમેશભાઇ ધડુક અને પાણી પુરવઠા વિભાગને યોજના કાર્યરત કરાવવા અંગે લેખિત માંગ કરીશું. > લાભુબેન પીપલિયા, પ્રમુખ, કેશોદ નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...