તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કેશોદ શહેરમાંથી જુગાર રમતી 4 મહિલાને ઝડપી લેતી પોલીસ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુગારના પટ્ટમાંથી 12,940 ની રોકડ કબ્જે કરી

કેશોદ પોલીસે ઉમિયાનગરમાં આવેલા એક રહેણાંક મકાન નજીક જાહેરમાં જુગાર રમતી 4 મહિલાને રૂ. 12,940 ની રોકડ રકમ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદના વેરાવળ રોડ પરના ડી પી રોડ ના છેવાડાના ભાગે આવેલા ઉમિયાનગરમાં મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની બાતમી પોલીસને મળતાં હેડ કોન્સટેબલ શબ્બીરભાઇ દલ, કનકસિંહ સીસોદિયા, મહિલા કોન્સટેબલ તેજલબેન પરમાર અને સ્ટાફ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

જુગાર રમતી જાેશનાબેન કમાણી, રમાબેન ડઢાણિયા, દક્ષાબેન ઉનડકટ અને ભાવનાબેન ડાભીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગારના પટ્ટમાંથી 12,940 ની રોકડ પણ કબ્જે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...