કાર્યવાહી:કેશોદ શહેરમાંથી છરી સાથે 1 શખ્સ ઝડપાતા પોલીસે પૂછપરછ શરૂ કરી

કેશોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

કેશોદમાંથી પોલીસે એક શખ્સને છરી સાથે ઝડપી લીધાનો બનાવ સામે આવ્યો છે.કેશોદમાં શાકભાજીનો ધંધો કરતો એક શખ્સ મકસુદ ચોકમાં જાહેરમાં લોખંડની છરી સાથે જોવા મળતાં પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પો.હે.કો. કે. જે. ડાભી, પો.હે.કો. રણજીભાઈ મેરામભાઈ ડાંગર, પો.કો. અમરાભાઈ હામાભાઈ જુંજીયા, પો.કો. માનસિંહ અમરાભાઈ કામળિયા સહિતનો પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હોય દુધવા શેરી નજીક મકસુદ ચોકમાં પહોંચતાં એક શખ્સ જાહેરમાં લોખંડની છરી સાથે જોવા મળ્યો હતો.

પોલીસે તેને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેનું નામ ઇલ્હાઝ ઉર્ફે ઇલીયાઝ ઉર્ફે ઇલુ ઇબ્રાહીમભાઈ મહિડા હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સ પોતે શાકભાજીનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...