પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી:અગતરાય ચોકડી નજીકનાં હાઈમાસ્ટ ટાવરનું કનેકશન પીજીવીસીએલે કાપ્યું

કેશોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદ નજીકનાં અગતરાય ચોકડી ખાતે હાઈમાસ્ટર ટાવરનું 1 વર્ષનું વીજ બીલ બાકી હોવાથી કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે. કેશોદ નજીક અગતરાય ચોકડી ખાતે આવેલ નેશનલ હાઈવે ઓથોરીટી સંચાલિત હાઈ માસ્ટર ટાવરનું છેલ્લા એક વર્ષંનું વીજ બીલ રૂ.24000 બાકી હોય જે રકમની ભરપાઈ ન કરવામાં આવતા પીજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે.

આ અંગે પીજીવીસીએલ સીટી નાયબ ઈજનેર જે.કે. કાતરિયાએ જણાવ્યું હતું કે, આ ટાવરનું કનેકશન સ્ટ્રીટ લાઈટ હેઠળ આપવામાં આવ્યું હતું. પરંતુ નિકળતી રકમ હાઈવે ઓથોરિટી ભરતી ન હોય જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ આ રીતે કનેકશન કપી નાંખ્યું હતું. જે લેણી રકમ ભરપાઈ કરતા ફરી ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...