આંદોલન:તલાટી મંત્રી મંડળની પ્રમોશન જેવી પડતર માંગ અધ્ધરતાલ

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં અચોક્કસ મુદત માટે આંદોલનના મંડાણ થયા'તા

કેશોદ તલાટી મંત્રી મંડળે મંગળવારના દિવસે ઓફિસને લગતી તમામ કામગીરી છોડી દઈ તાલુકા પંચાયત પરીસર ખાતે એકઠા થઈ આંદોલનના મંડાણ કર્યા હતાં. જો કે અગાઉ પણ પડતર માંગણીઓને લઈ આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારે અમુક નક્કી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સમાધાન કરતાં આંદોલન સમેટાયું હતું. આંદોલન અંગે મંત્રી મંડળ પ્રમુખ મુકેશભાઈ વિરડાએ જણાવ્યું કે સરકારે રેવન્યું ની પોસ્ટ ઉભી કરી પરંતુ છેલ્લાં ઘણાં સમયથી રેવન્યું અને તલાટી મંત્રીમાં કોણે ક્યું કામ કરવું તે નક્કી ન થતાં તલાટી મંત્રી ઉપર કામનું ભારણ વધ્યું છે.

જેથી અરજ્દારોને એક ઓફિસેથી બીજી ઓફીસે ધરમના ધક્કા થાય છે. જે અંગે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે, સરકાર ગ્રેડ પે માં વધારો કરે તેમજ તલાટી મંત્રીને પ્રમોશન આપવામાં આવે તેવી સરકાર પાસે જુદી જુદી પડતર માંગો કરવામાં આવી હતી. જયાં સુધી પડતર માંગ નહીં સ્વિકારાય ત્યાં સુધી આંદોલન ચાલું રાખવા સંગઠને નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...