સ્યુસાઈડ:કેશોદની તાલુકા પંચાયતનાં પટ્ટાવાળાએ એસીડ પી લીધું, મોત

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરોનાં પાપે લોકો પોતાનો જીવ ગુમાવે છે
  • વ્યાજખોરોનાં ત્રાસથી પગલું, સ્યુસાઈડ નોટ મળી આવી

કેશોદ તાલુકા પંચાયતમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રૌઢે વ્યાજખોરનાં ત્રાસથી એસીડ પી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કેશોદ તાલુકા પંચાયતમાં ભરતભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.49)એ ઘરે એસીડ પી લીધું હતું.

અને પરિવારજનોને જાણ થતા બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ભરતભાઈ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી અને પાંચ જેટલા વ્યાજખોરોનાં ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, પરિવારે ડરના લીધે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...