તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસક્યુ:કેશાેદના પ્રાંસલી ગામેથી દીપડો પાંજરે પુરાયો, દિપડાને અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયો

કેશોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેશોદના પ્રાંસલી ગામે ભાવેશભાઇ અમરાભાઇ મક્કાની વાડીમાં દીપડાે જાેવા મળતાં આસપાસના ખેડુતાેમાં ડરનાે માહાેલ જાેવા મળ્યાે હતાે. જાે કે ટુંક સમયમાં દીપડાે પાંજરે પુરાતાં ખેડુતાેએ હાશકારાે અનુભવ્યાે હતાે. જેમાં દીપડાે પાંજરે પુરાયાે હાેવાની આરએફઓ જી. પી. સુહાગિયાને જાણ થતાં તેની ટીમના રાઉન્ડ ફોરેસ્ટર પી. બી. કેશોદા એ ઘટના સ્થળે દાેડી આવી દીપડાને અમરાપુરના એનીમલ કેરમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી.

ફાેરેસ્ટ વિભાગના કર્મચારીઓએ આ દીપડાે 4 વર્ષનાે હાેવાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે કેશાેદ શહેરના પુર્વ તરફના પ્રાંસલી, અજાબ તેમજ શેરગઢ જેવા ગામ જંગલ વિસ્તારની નજીક આવતા હાેય તેથી અહીંયા હિંસક પશુઓની સતત અવરજવર રહેતી હાેય છે. અગાઉ અજાબ ગામની વાડીમાં મજુર ઉપર દિપડાના હુમલાના પ્રયત્નથી ગામના ખેડુતાેએ રાત્રે વાડીએ જવાનું ટાળી પીજીવીસીએલ દ્વારા દિવસ પાળી લાઇટ આપવામાં આવે તેવી મામલતદારને લેખિત રજૂઆત કરી હતી જાેકે પકડાયેલ દીપડાે એ જ હશે તેવું માની હાલ તાે ત્યાનાં ખેડુતાેમાં પણ રાહત જાેવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો