કેશોદ પંથકના 53 ગામને જ્યારે પણ પાણીની જરૂરિયાત ઉભી થાય ત્યારે ઓઝતજૂથ યોજના હેઠળ પાણી પુરવઠા બોર્ડ દ્રારા પાણી પુરૂ પાડવામા આવે છે. 1 હજાર લિટરે 2 રૂપિયાનો ચાર્જ વસુલ કરવામાં આવે છે. અખોદડ, બાલાગામ, ઈન્દ્રાણાં, સુત્રેજ, સોંદરડા, જોનપુર જેવા 7 ગામો પાસ સ્થાનિક પાણીના સોર્સ હોવા છતાં તે પીવાલાયક ન હોય 12 મહિના ઓઝતનું પાણી વાપરવું પડી રહ્યું છે. જ્યારે ઉનાળામાં પાણીના તળ નીચે ચાલ્યા જતા હોય જેથી વધુ 15 ગામોને પણ આ પાણીનો સહારો લેવો પડે છે. જ્યારે કેશોદ તાલુકામાં વર્ષ 1999માં એક વખત જ નર્મદાનું પાણી મેળવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
અક્ષયગઢ જુથ અને ડોકામરડી ખાતે ટાંકા તેમજ સંપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વિવિધ ગામોમાં જરૂરીયાત મુજબ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સંપમાં ઓઝત જુથ હેઠળ પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું હોવા
કઈ કઈ જગ્યા પર સંપ ?
પુરવઠા બોર્ડ ઓઝત 1 કેશોદ અક્ષયગઢ જૂથ અને ડોકા મરડી ખાતે જરૂરિયાત મુજબ પાણી સ્ટોરેજ કરવા ઓવરહેડ ટેન્ક અને સંપનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
શું કહે છે ઈજનેર..?
આ અંગે પાણી પુરવઠા બોર્ડના મદદનીશ ઈજનેર પ્રણવ પટેલે કહ્યું હતું કે ઓઝત જૂથમાં પુરતા પાણીની વ્યવસ્થા હોઈ જેથી જે ગામ માં પાણીની જરૂરિયાત ઉભી થાય ત્યાં આપીએ છીએ શિયાળામાં 7 ગામ જ્યારે ઉનાળામાં 30 ગામોને પાણી અપાઈ છે.નું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.