તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કેશોદથી ઉઠાવાયેલા સીંગદાણાના 500 પૈકી 487 કટ્ટા પોલીસે કબ્જે કર્યા

કેશોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 પકડાયો, તપાસમાં બીજા 4 નામ ખૂલ્યા

કેશોદની સોંદરડા જીઆઇડીસી ખાતે આવેલા સીંગદાણાના કારખાનામાંથી 25 ટન સીંગદાણા ભરી ટ્રક ડ્રાઇવર રફુચક્કર થયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. દરમ્યાન પોલીસે જ્યાં એ સીંગદાણા રખાયા હતા એ સ્થળે પોલીસે તપાસ કરી સીંગદાણાના 500 પૈકી 487 કટ્ટા કબ્જે કર્યા હતા.કેશોદ પાેલીસે બનાવની તપાસ દરમ્યાન 500 કટ્ટા સીંગદાણા મહારાષ્ટ્રને બદલે ગાંધીનગરના માણસા ખાતે એક ગોડાઉનમાં રખાયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે એ સ્થળે તપાસ કરી હતી.

અને 487 કટ્ટા રિકવર કર્યા હતા.પોલીસને ગોડાઉન ભાડે રાખનાર અયુબમિયાં અનવરમિયાં બેલીમ હોવાનું જાણવા મળતાં તેને ઝડપી લઇ સીંગદાણાના જથ્થા સાથે તેને પણ કેશોદ લાવવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં પકડાયેલા શખ્સ સિવાય બીજા 4 શખ્સોના પણ નામ ખુલતાં તેને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે. બનાવની તપાસ ઇન્ચાર્જ પીઆઇ એન. બી. ચાૈહાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...