તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટેનો હુકમ:પુત્રીઓનું ચડત ભરણપોષણ પિતાના પગારમાંથી કાપવા હુકમ

ચોરવાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટના હુકમ સામે કરેલી પિતાની અપીલ સુપ્રીમે ફગાવી

કેશોદ રહેતા અને સીએચસીમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા પિતાએ સગીર પુત્રીઓના ભરણપોષણની રકમ ન ચૂકવતાં કોર્ટે તેના પગારમાંથી રકમ કાપી વસુલ કરવાનો હુકમ કર્યો છે. કેશોદ રહેતા દિપેન હરકિશન અટારા એ પોતાની સગીર પુત્રીઓના ભરણપોષણ માટેની રકમ ન ચૂકવતાં તેની વિરૂદ્ધ હાઇકોર્ટે જો તે નિયમીત પુત્રીઓને ભરણપોષણ ન ચૂકવે તો તેના પગારમાંથી રકમ વસુલ કરવાનો હુકમ કર્યો હતો. તેની સામે દિપેન અટારાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

આમ છત્તાં તેણે પુત્રીઓના ભરણપોષણની રકમ ન ચૂકવતાં માળિયા હાટીના કોર્ટમાં અરજી થઇ હતી. જેમાં માળિયા કોર્ટે હાઇકોર્ટના હુકમની અમલવારી કરવાનો હુકમ કર્યો છે. દિપેન અટારા કેશોદ સીએચસીમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા હોઇ આ હુકમ અંગે કેશોદ સીએચસીને સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...