સમસ્યા:કેશોદમાં વિજપોલના વાંકે સ્ટોર્મ ડ્રેનેજ વોટરની કામગીરી 15 દિવસથી ઠપ્પ

કેશોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ પહેલા નડતરરૂપ ચીજવસ્તુઓ ન હટાવાય, ચોમાસુ નજીકમાં, જળબંબાકારની ભિતી

કેશોદ નગરપાલીકા દ્વારા વરસાદી પાણીના નિકાલા માટે કેવદ્રા રાજમાર્ગ તરીકે ઓળખાતા સુચિત ડીપી રોડ પર જમીનની અંદર 1300 મીટર લાંબી સ્ટ્રોમ ડ્રેનેજ વોટર પાઈપ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી છેલ્લાં 15 દિવસથી ઠપ્પ છે. આ અંગે પાલીકા એન્જીનિયરે પીજીવીસીએલનો વીજ પોલ નડતો હોય જે દુર થતાં કામગીરી શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. ખરેખર પાલીકાએ ડ્રેનેજ યોજના શરૂ કરતાં પહેલાં વીજ પોલ હટાવવા કામગીરી કરવાની થતી હતી. જે આયોજનનાં અભાવે ન થઈ.

તેથી આ કામગીરી બંધ છે. હવે જયારે ચોમાસાને માત્ર દોઢ મહિનો બાકી હોય જો પાઇપ લગાવવાની કામગીરી ઝડપી નહીં બને અને જમીનમાંથી નિકળેલી માટીનાં મનફાવે તેમ કરાયેલાં ઢગલાંઓ હટાવવામાં નહીં આવે તો રૂપિયા 1 કરોડ 42 લાખની આ યોજના નિષ્ફળ જશે. જેને લઈ આસપાસનાં વોર્ડ નંબર- 1 અને 6 નો વિસ્તાર વરસાદી પાણીથી જળબંબાકાર બનશે.

અન્ય સમાચારો પણ છે...