તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિદાન કેમ્પની શરૂઆત:કેશોદ જલારામ મંદિર ખાતે 8 માસ બાદ ફરી નેત્ર નિદાન કેમ્પની શરૂઆત, 151 દર્દીઓની તપાસ, 58 દર્દીઓને નિશૂલ્ક ઓપરેશન માટે રાજકાેટ મોકલવામાં આવ્યાં

કરંગિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેશાેદ શહેરમાં છેલ્લા 12 વર્ષ થી જલારામ મંદિર ખાતે માનવ સેવા સમિતિ દ્વારા નિયમીત પણે નેત્ર નિદાન કેમ્પ તેમજ આંખના નિશૂલ્ક ઓપરેશન કેમ્પનું આયાેજન કરવામાં આવે છે. કાેરાેના મહામારીના કારણે આ કેમ્પ આઠ મહિનાથી બંધ રખાયાે હતાે. આર્થીક રીતે નબળા, અશક્ત તેમજ સારવાર બાબતે અજાણ દર્દીઓએ પાેતાનું ઓપરેશન ન કરાવી સકતાં અંગ ગુમાવવાનાે વારાે ન આવે તેવા ડરથી કેમ્પ ચાલું કરવા માંગ કરી હતી. જે કારણાેસર સમિતિ દ્વારા આ કેમ્પનું આયાેજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 151 દર્દીઓને તપાસવામાં આવ્યા હતાં.

જેમાંથી 58 દર્દીઓને રાજકાેટ રણછાેડજી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ઓપરેશન માટે રવાના કરાયા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઇ માલમ, બીજેપી તાલુકા પ્રમુખ પરબતભાઇ પીઠિયા, શહેર પ્રમુખ પ્રવિણભાઇ ભાલાળા, ગાેવિદભાઇ, પ્રફુલભાઇ પંડયા તેમજ દર્દીઓને જમણવારના દાતા માેહનભાઇ કનેરિયા અને ફ્રુટના દાતા કાનભાઇ કાસુન્દ્રા હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો