પશુ તબીબોની ઘટ:1.65 લાખ ગૌધન વચ્ચે માત્ર 11 પશુ ચિકિત્સક !

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી કેમ અટકશે ? જિલ્લામાં 10 ગામ વચ્ચે 1 એમ્બ્યુલન્સ સાથે 1 ડોક્ટર, 50 ગામ દિઠ 1 અધિકારી ડોક્ટર

જૂનાગઢ જિલ્લામાં કુલ પશુ દવાખાના 27 છે જેની સામે પશુ ચિક્ત્સિક ની સંખ્યા 11 છે. અગાઉ પશુ ચિકિત્સકની સંખ્યા ઓછી છે. પશુ દવાખાનાઓ જર્જરિત હાલતમાં છે. તેવી ફરીયાદો ઉઠવા પામી છે.આ સ્થિતિ વચ્ચે લમ્પી વાયરસે માથું ઉચક્યું છે. જેને લઈ અસંખ્ય ગૌધનના મોત નિપજયાં નું બહાર આવી રહ્યું છે. આ બાબતે જિલ્લા તંત્ર દ્વારા મોતના આંકડા ની ગણતરી શરૂ કરવા કાર્યવાહી શરૂ થાય તે પહેલાં ગૌભકતો અને ગ્રામ પંચાયતો પશુ ધન બચાવવા ખુદ રસીકરણ કરવું, આયુર્વેદિક ઉપચાર કરવો જેવી કામગીરીમાં જોતરાઇ ગયા છે.

હવે એક વાત ચોક્કસ છે કે પશુ ચિકિત્સકની ઘટ છે પશુઓમાં વાયરસ જોવા મળી રહ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા દશ ગામ દીઠ પશુ ધન સારવાર માટે 18 એમ્બ્યુલન્સ તેમજ 5 એમવીડી વાહન ફાળવવામાં આવ્યાં છે. પરંતુ પુરતાં પશુ ચિક્ત્સિકનો અભાવ હોવો અને તેના પર કામનું ભારણ વધવું જે એક તંત્રની નિષ્ફળતાં કહી શકાય જેને લઈ તંત્ર રસીકરણ કરે તે પહેલાં સામાજીક સંસ્થાઓએ આ સેવા બજાવી હતી. જ્યારે જિલ્લા અધિકારીએ સ્ટાફ પુરતો હોવાનું કહી લમ્પી વાયરસ સમયે પશુ સારવામાં સંતોષ વ્યક્ત કર્યો હતો.જ્યારે કામગીરીની વાત કરીએ તો પશુધન નિરીક્ષક 50 ની આસપાસ છે.

અને તેમને રસીકરણ,બીજદાન,પશુધન અંગેની શિબિરમાં માહિતી આપવાની થતી હોય છે.જ્યારે થોડા સમય પહેલા પશુપાલન મંત્રી એ દવાખાના દીઢ એક અધિકારી ની નિમણૂક કરવા કહ્યું હતું જો કે 22 ની જગ્યા એ સંખ્યા 11 થઈ ગઈ હતી.

એમ્બ્યુલન્સ 24 કલાકે પહોંચે!! - લમ્પી વાયરસની ફરીયાદ બાદ પશુની સારવાર માટે એમ્બ્યુલન્સ 24 કલાકે પહોંચે છે.

ડોર ટુ ડોર કામગીરી થાય છે - તાલુકા અધિકારીએ જણાવ્યું હતું કે ગામડામાં શરૂઆતમાં કોઈ એક જગ્યાએ પશુ સારવાર થતી હતી હવે લમ્પી વાયરસ સમયે સરકારના આદેશ અનુસાર ડોર ટુ ડોર જવાનું થતું હોય બની શકે એમ્બ્યુલન્સ સમયસર ન પણ પહોંચી શકે. પશુ સારવાર માટે 1962 ડાયલ કર્યા બાદ 1 અધિકારી સાથે વાત 2 લમ્પી સારવાર માટે ડાયલ કરવો જોઈએ.

ગાંધીનગર રજૂઆત કરાઈ - અજાબ તાલુકા પંચાયત સદસ્ય પતિ નિલેશભાઈ અઘેરા એ જણાવ્યું કે હું 20 દિવસ પહેલાં ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ ને મળ્યો અને અજાબ તેમજ આસપાસ ગામડાઓ માટે 1 પશુ ડોક્ટર ફાળવવા રજૂઆત કરી હતી. તેમજ ગૌશાળા વાળાએ નિલેશભાઈને જણાવ્યું કે ડોકટર ને બોલાવ્યાં તો ગામડાઓમાં ઘણું કામ છે તેવો જવાબ આપ્યો જ્યારે માલધારી પશુપાલકે શનિવારે બોલાવ્યાં તો બુધવારે આવ્યાં તેથી એક ગાયનું મોત નિપજયું હતું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...