સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ મોટા પાયે ડુંગળીનું ઉત્પાદન કર્યું છે. ડુંગળી તાત્કાલીક બગડી જતી હોય તેનું લાંબો સમય સ્ટોરેજ કરવું મુશ્કેલ હોય ખુલાં બજારમાં હરીફાઈ ન થતાં કોઈ લેવાલ નથી. આવા સંજોગો વચ્ચે ખેડૂતોને આર્થીક ફટકો પડી રહ્યો છે. જેને લઈ ખેડૂતો આવનાર સમયમાં ડુંગળીનું વાવેતર સદંતર બંધ કરે તેવો માહોલ સર્જાયો છે. ત્યારે ઇન્ડિયાગ્રો એજન્સી મારફત કેન્દ્ર સરકાર દ્વારા પીએસએફ હેઠળ ગુણવત્તાની ચકાસણી કરી મહુવા કેન્દ્ર ખાતે ડુંગળી ખરીદ કરવામાં આવી રહી છે.
ખેડૂતોની ડુંગળી ખુલા માર્કેટમાં કોઈ ખરીદવા તૈયાર ન હોય તેવાં સંજોગોમાં ખેતરોમાં જેમની તેમ પડી છે. ખેડૂતોને ભાવ ન મળતાં ડુંગળીનું વાવેતર બંધ કરે તે પહેલાં અન્ય રાજયોની જેમ સસ્તાં અનાજની દુકાનો પર 2 થી લઈ 5 કીલોના પેકિંગમાં ડુંગળીનું વેચાણ કરવામાં આવે તો જ ખેડૂતોને બચાવી શકાય નહીંતર ડુંગળીની અન્ય રાજયોમાંથી આયાત કરવી પડશે.
જેને લઈ ગ્રાહકોએ ભાવ વધારો અને ખેડુતે આવક ગુમાવવી પડશે. આ માટે સરકાર ડુંગળી ખરીદ કરવા પહેલ કરે તે માટે ગ્રામ્ય લેવલે ખેડૂતોના સંગઠનો નાફેડ અને કૃષિમંત્રીને લેખિતમાં માંગ કરી રહ્યાં છે. ત્યારે જ અજાબ સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
સસ્તાં અનાજની દુકાને વેંચાણ કરી
ખેડૂતો અને ડુંગળીને બચાવવા સરકારઅન્ય રાજયોની જેમ ડુંગળીને સસ્તા અનાજની દુકાને વેચાણ કરવા વ્યવસ્થા ઉભી કરે તેવું ઇન્ડિયાગ્રો ખરીદ વ્યવસ્થામાં રોકાયેલાં માનસિંગ પરમારે જણાવ્યું હતું.
મહુવા ખરીદી થઈ રહી છે
નાફેડ દ્વારા ઇન્ડિયાગ્રો મારફતે ભાવનગર મહુવા ખાતે સ્ટોરેજ હોય ત્યાં એમએસપી ભાવે નહીં પણ પ્રાઇઝ સ્ટેબીલીઝેશન ફંડ એટલે કે જુદા જુદા રાજયોના ત્રણ દિવસના સરેરાશ ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે. રીજેક્ટ થવા સમયે ટ્રાન્સપોર્ટીગ જેવા ખોટા ખર્ચા ન લાગે એટલે સર્વેયરની ટીમ ખેડૂતનો ફોન આવતાં તેના ખેતરે જઈ કેન્દ્ર સરકારના નિયમ મુજબ કવોલીટી ડુંગળી ખરીદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.