ધરપકડ:કેશોદમાં બાઈક ચોરી કરનાર 1 શખ્સ ઝબ્બે, એકનું નામ ખુલ્યું

કેશોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીનાં આધારે વોચ ગોઠવી’તી, વધુ તપાસ આદરી

કેશોદમાં થોડા સમય પહેલાં બાઈક ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસે બે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદમાં શિવ કોમ્પલેક્ષમાં પાર્ક કરેલી બાઈકની ચોરી થઈ હતી. અને ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ચૌહાણ, પીએસઆઈ કે.એસ. ડાંગર, દેવાભાઈ એલ. ભારાઈ, સુખદેવસિંહ સીસદિયા, જયેશભાઈ ભેડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

બાતમીનાં આધારે વોચ ગોઠવી બાઈક ચાલકને અટકાવી તપાસ કરતા આ બાઈક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. અને વિક્રમ રણછોડ સોલંકીની અટક કરી હતી. પૂછપરછ દરમિયાન હમીર વિરા પરમારનું નામ બહાર આવતા તેમની અટક કરવાની તજવીજ પણ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...