આવેદન:ઓવર ટાઈમ કામના વિરોધમાં ભેંસાણની આશાબહેનો હડતાલ પર

કેશોદ, ભેંસાણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભેંસાણ આશાવર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો. - Divya Bhaskar
ભેંસાણ આશાવર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો.
  • કેશોદમાં ગુજરાત આશા વર્કર, હેલ્થ વર્કર્સ યુનિયનનું 14 માંગ સાથે આવેદન
  • વેતનમાં વધારો, બાકી રહેલું ચુકવવા, ફરજનો સમય નક્કી કરવા જેવી અનેક માંગ

ભેંસાણમાં આશાવર્કર બહેનોને ઓવરટાઈમ કરાવતા હોવા છતાં યોગ્ય વેતન ચુકવવામાં ન આવતા બહેનો હડતાલ પર ઉતરી છે. સાથોસાથ કેશોદ મામલતદાર કચેરી ખાતે આશાવર્કર અને ફેસીલીએટર બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન હેઠળ પોતાની 14 માંગણીઓ સંતોષવા મુખ્યમંત્રીને સંબોધી આવેદન પાઠવ્યું છે. ભેંસાણની તમામ આશાબહેનો હડતાલ પર ઉતરી હતી. બહેનો કોરોના મહામારીમાં પણ ઓવરટાઈમ કામ કરી છેવાડાના વિસ્તાર સુધી તમામ લોકોને સુવિધા પુરી પાડે છે. જે મુજબ સરકાર તરફથી વેતન ચુકવવાતું નથી.

જેમ કે મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં આશાબહેનોને રૂ.10,000 જેવું વેતન ચુકવવામાંં આવે છે. જ્યારે અહીં ફક્ત રૂ.2,000 ચુકવવામાં આવે છે ઉપરાંત 24 કલાક ફરજ નિભાવતી બહેનોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. જેના કારણે હડતાલ પુર ઉતરતાં જેને સરપંચ ભુપતભાઈ ભાયાણી સહિતના આગેવાનોએ સમર્થન આપ્યું છે. ત્યારે આશાબહેનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી સરકાર તરફથી માંગણી સંતોષવામાં નહિં આવે ત્યા સુધી આંદોલન સમેટાશે નહીં.

આવેદનમાં વિવિધ 14 માંગણીઓ કરાઈ
કેશોદ મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલું વેતન અને અન્ય રાજ્યોની સરખામણીએ વળતર ચુંકવવું, ન ચુકવાયેલ વળતરની ચુંકવણી કરવી, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે કામનો સમય નક્કી કરવો, ચુકવવામાં આવતા વળતરનો હિસાબ આપવો, ક્વોરેન્ટાઇન તેમજ સારવાર ખર્ચ તેમજ વીમા કવચ આપવું, સગર્ભા મહિલાઓને જરૂરી સેવાનો લાભ મળવો, છેલ્લા 2 વર્ષથી વેક્સિનેશન, ટેસ્ટીંગ સહિત સર્વેની કામગીરીનું વધારાનું વળતર ચુકવવું, પેન્શન ગ્રેચ્યુટી સહિત લધુત્તમ વેતન રૂ. 24 હજાર નક્કી કરવું, વધારાની કામગીરીના વળતરની અલગથી રોકડમાં ચુકવણી કરવી ઉપરાંત કામગીરી અંગે મૌખિકની જગ્યાએ લેખિત સુચનાઓ આપવી, 2010થી ન આપવામાં આવેલી નવી સાડી અને ડ્રેસ આપવા જેવી 14 માંગણીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...