તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્કવાયરી બાદ હુકમ:પતિ સામેની અરજીમાં ખોટી જુબાની આપનાર પત્ની સામે ગુનો

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોરવાડ ખાતે રીસામણે બેઠેલી મહિલાએ પતિ પાસેથી બે પુત્રીઓના ભરણપોષણની રકમમાં વધારો માંગવા કોર્ટમાં અરજી કરી હતી. તેના અનુસંધાને મહિલાએ કોર્ટમાં સોગંદ પર ખોટી જુબાની આપી હતી.

જેની કોર્ટને જાણ થતાં મહિલા વિરૂદ્ધ ફોજદારી ગુનો રજીસ્ટર કરવા હુકમ કર્યો છે. કેશોદની સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા દિપેનભાઇ અટારા સામે તેમની જ પત્ની ક્રિષ્ના હરીભાઇ ધનેશાએ વર્ષ 2012 માં ભરણપોષણનો દાવો કર્યો હતો.

જે કેસ ચાલી જતાં કોર્ટે મહિલાનો દાવો નામંજુર કર્યો હતો. જ્યારે તેની બે પુત્રીઓનુું ભરણ પોષણ મંજૂર કર્યું હતું. સમય જતાં મહિલાએ પુત્રીઓના ભરણપોષણની રકમમાં વધારો કરવા માળિયાહાટિના કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે પતિને નોકરીમાંથી બરતરફ કરવા અરજી આપી નથી. એવી કોર્ટ સમક્ષ સોગંદ પર ખોટી જુબાની આપી હતી. હકીકતે તેણે પતિને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા અરજી કરી હતી.

આ વાત કોર્ટના ધ્યાને આવતાં ક્રિમીનલ ઇન્કવાયરી કરી હતી. જેમાં તેણીએ ખોટી જુબાની આપ્યાનું તપાસમાં જણાઇ આવતાં મહિલા સામે ફોજદારી ગુનો રજીસ્ટર કરવા અને આઇપીસીની કલમ 191, 193, 199 અને 200 મુજબ સમન્સ કાઢવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...