તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનનાં કારણે પ્રાથમિક શાળાઓ બંધ છે. તેમજ હાલ વેકેશન પડી ગયુ છે. તેમજ મધ્યાહ્ન ભોજનની કામગીરી પણ બંધ છે. ત્યારે મધ્યાહ્ન ભોજન કર્મચારી, પ્રતિનિધી મંડળે આક્ષેપ કર્યો હતો કે, મધ્યાહ્નનાં કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. જો કે, આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ છે. તેમજ કેશોદ મધ્યાહ્ન ભોજનનાં ના.મામલતદારે તો પરિપત્ર પણ કર્યો હતો. આ ઘટનાને લઈ મધ્યાહ્ન ભોજનનાં ના.કલેકટર રેખાબા સરવૈયાએ તેમને નોટીસ મોકલી છે. જો કે, તેમણે કહ્યું હતુ કે, હાલ કર્મીઓને છુટા કરાયા નથી અને તે અંગે કોઈ નિર્ણય થયો નથી.
મંડળમાં અંદરોઅંદર ખેંચતાણ
જૂનાગઢ જિલ્લામાં મધ્યાહ્ન ભોજન મંડળ કાર્યરત છે. મધ્યાહ્ન ભોજનનાં કર્મચારીઓની સમસ્યાને લઈ મંડળ તંત્ર અને સરકારમાં રજૂઆતો કરતું હોય છે. પરંતુ હાલ તો આ મંડળમાં હોદ્દેદારોની અંદરો અંદર ખેચતાણ ચાલી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.