ખેડૂતોને આર્થિક ફટકો:નવી મગફળી આવી, ખાંડીએ 4 હજારનું નુકસાન

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસોમાં જ મગફળીની સિઝન પુરજોશમાં શરૂ થશે

નવી મગફળીની આવક જોઈએ એ પ્રમાણમાં શરૂ થઈ નથી ત્યાં જ ભાવ બેસવા લાગતાં ખેડૂતો ચિંતિત બન્યાં છે.સૌરાષ્ટ્ર એમાં પણ ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં મગફળીનો પાક તૈયાર થવાના આરે છે ત્યારે કેશોદ પંથકમાં પણ મગફળી તૈયાર કરવા ગણ્યાં ગાંઠ્યાં દિવસોની રાહ જોવાઈ રહી છે. એટલે અત્યારે રોજની 10 હજાર ક્ટ્ટાની આવકની જગ્યાએ 1 હજાર ની કટ્ટાની આસપાસ આવક છે. મતલબ હાલ વરસાદ આવવાના ડરના કારણે ખેડૂતો મગફળી પાક તૈયાર કરવા હિચહિચાહટ અનુભવી રહ્યાં છે. ત્યારે હજુ થોડો સમય એટલે કે 10 થી દિવસની રાહ જોઈ રહ્યાં છે.

જેને લઈ ને મગફળીના ભાવમાં ટોચના ભાવ કરતાં 2 થી 3 હજારનો નીચે હોવાનો ફેરફાર જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં 32 હજાર ભાવ હતો તે અત્યારે 30 છે. આવનાર સમયમાં પુષ્કળ આવક થતાં આ ભાવ 25 થી 26 હજાર થવા સંભાવના રહેલી છે. આ તમામ પરિસ્થિતી વચ્ચે અમુક ખેડૂતો ભાવ વધારે લેવા જોખમ માથે લઈ ઝડપથી મગફળી તૈયાર કરી રહ્યાં છે. જે સાંગોપાંગ ઉતરે તો ઉંચો ભાવ મેળવી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.અત્રે ઉલ્લેખનીય છે,કે હાલ વરસાદે વિરામ લેતા મગફળીનો આગોતરો પાક ટુક સમયમાં જ તૈયાર થશે અને નવીમગફળી બજારમાં વેંચાણ અર્થે આવશે.

અન્ય સમાચારો પણ છે...