કેશોદ શરદચોક નજીક આવેલ વાઘેશ્વરી મંદિર ખાતે હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમ્યાન પોષ, મહા, ચૈત્ર, અષાઢ, આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. 4 નવરાત્રી એકમથી શરૂ થઇ આઠમના પુર્ણ થાય છે. જ્યારે પોષ મહિનાની નવરાત્રી 8 થી શરૂ થઇ 15ના રોજ પુર્ણ થાય છે. વાઘેશ્વરી મંદિર ખાતે પોષ મહિનાની નવરાત્રી 15 વર્ષથી ઉજવવામાં આવે છે. જેને શાકંભરી નવરાત્રી કહેવામાં આવે છે.
આ શાકંભરી નવરાત્રીની શરૂઆત પોષ સુદ આઠમનાં થઇ ચુંકી છે. જેના બીજા નોરતે શાકંભરી માતાજીને 45 શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. વાઘેશ્વરી મંદિર ખાતે શાકંભરી નવરાત્રા દરમ્યાન સવારના 7 થી સાંજના 7 ભક્તાે દ્વારા લાવવામાં આવેલ વિવિધ શાકભાજીના શણગારના દર્શન થશે. આ મંદિરમાં નવરાત્રી દરમ્યાન ધુપદીપ, મહાઆરતી, ચંડી પાઠ સહિત માતાજીની પુજા અર્ચના થશે. જેના દર્શનનો લાભ લેવા ભક્તો દુર દુરથી પગપાળા કે વાહન વ્યવસ્થા કરી આવે છે.
ભક્તો માત્ર શાકભાજીનો જ આહાર લે છે
શાકંભરી નવરાત્રીનો દુર્ગાસપ્તસત્તીના 11માં અધ્યાયમાં વર્ણન કરતાં જણાવ્યું છે. કે દુષ્કાળ સમયે ભૂખ્યાની ભુખ ભાંગવા માતા શાકંભરી સ્વરૂપે પ્રકટ થયાં હતાં. વાઘેશ્વરી મંદિર પુજારી ઉમંગ મહેતાએ જણાવ્યું શાકંભરી નવરાત્રીના દિવસોમાં માતાજીના ભક્તો માત્ર શાકભાજીનો જ આહાર લઇ ઉજવણી કરતાં હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.