તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યાનો પ્રયાસ:આપઘાતનો પ્રયાસ કરતી નણંદને ભાભીએ બચાવી

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોય આપઘાતનો વિચાર આવ્યો

કેશોદની 181 અભયમ ટીમે માંગરાેળ તાલુકામાં સાસરે રહેતી એક પરિણીતા આત્મહત્યા કરે એ પહેલાં ઘટનાસ્થળે પહોંચી તેને બચાવી લીધી હતી. એક મહિલાએ મોબાઇલ ફોન પર અભયમ ટીમને પોતાની નણંદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હોઇ તેને બચાવી લેવા મદદ માંગી હતી. આથી નારી સુરક્ષા ટીમના કાઉન્સેલર ડાયબેન માવદિયા, પોકો કાજલબેન રામ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને મહિલાને બચાવી લઇ તેની સાથે આત્મહત્યા કરવા બાબતે ચર્ચા કરી હતી.

જેમાં તેણે જણાવ્યું કે તેના લગ્ન 15 વર્ષ પહેલાં થયાં હતાં અને 2 બાળકો પણ છે. પણ પતિના બીજી સ્ત્રી સાથે સબંધ હોઇ છેલ્લા 5 વર્ષથી તે કંટાળી ગઇ હતી. આ બાબતે પતિના પરીવારને જાણ કરતાં પોતાને શારિરીક અને માનસીક ત્રાસ આપવા લાગ્યો હતો. આથી મહિલાએ તેના ભાઇ અને ભાભીને પોતે આત્મહત્યા કરી રહ્યાનું કહેતાં ભાભીએ 181 ને જાણ કરી હતી. અભયમ દ્વારા મહિલાના પતિ સાથે ચર્ચા કરી તેને કાયદાનો ડર બતાવતાં પતિને પોતાની ભૂલ સમજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો