વિરોધ પ્રદર્શન:સર્વિસ રોડ અને ઓવરબ્રીજ સહિતના પ્રશ્ને 8 ગામના આગેવાનોનું આંદોલન

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આગેવાનોએ કાળા વાવટા સાથે સુત્રોચ્ચાર કર્યા. - Divya Bhaskar
આગેવાનોએ કાળા વાવટા સાથે સુત્રોચ્ચાર કર્યા.
  • સર્વિસ રોડનું કામ ટુંક સમયમાં શરૂ થઇ શકે છે, મામલતદારને આવેદન
  • તંત્રની બેદરકારીના લીધે છાશવારે અકસ્માતના બનાવો, રજૂઆત કરાઈ
  • અર્ધનગ્ન અવસ્થામાં કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો

કેશોદના કોયલાણા(લાઠીયા) પાસે ફોરટ્રેક પર તંત્રની બેદકારીના લીધે છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યાં છે. અને લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેથી સર્વિસ રોડ, ડાવર્ઝન સહિતની સવલતો ઉભી કરવાની માંગ સાથે 8 ગામના આગેવાનોએ હાઇવે કાંઠે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરીટી વિભાગ સહિત સરકારના અનેક નેતાઓ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.

અને અત્યાર સુધીમાં આ માર્ગ પર અકસ્માતમાં મોતને ભેટેલ લોકો માટે 1 મીનીટનું મૌન પાડી શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. અને જયાં સુધી નેશનલ હાઇવે ઓથોરીટી અકસ્માત ટાળવા જરૂર પગલાં ભરવા જેવી માંગ નહીં સ્વિકારે ત્યાં સુંધી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે.

જરૂર પડશે તો રસ્તા રોકો અને આત્મવિલોપન સહિત આક્રમક પગલાં ભરવા અચકાશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આંદોલનનાં ત્રીજા દિવસે મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, આ આંદોલનને લઇ ટુંક સમયમાં જ સર્વિસ રોડની કામગીરી શરૂ કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...