તંત્ર જાગે તે જરૂરી:સોરઠમાં 1 લાખથી વધુ મજૂર બહારથી આવ્યા પરપ્રાંતિય યુવતીઓમાં કોરોનાની રસી બાદ વ્યંધત્વનો ડર

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં એક સપ્તાહમાં કોરોનાના કુલ 13 કેસ આવ્યાં
  • મજૂરોએ વેક્સિન લીધી કે નહીં સાચી હકીકત જણાવતાં નથી

કેશાેદ પંથકમાં શરદી, ઉધરસ, તાવ, અને કળતરના કેસાે વધી રહ્યાં છે, તેવી જ રીતે કાેરાેનાના કેસમાં પણ ફરી વધારો જાેવા મળી રહ્યાે છે. કાેરાેના છે કે નહી તે માટે એન્ટીજન અને RTPCR ટેસ્ટ જરૂરી છે. સરકાર તમામનું વેક્સિનેેેશન થાય તેવું વિચારી રહી છે. જેની તદ્દન વિરૂધ્ધ પરપ્રાંતિય મજુરાે વેક્સિન ન લેવાની માન્યત્તા ધરાવે છે. એટલુ જ નહી યુવતીઓ અને તેનાં પરિવારમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે કોરોનાની રસી લીધા બાદ વ્યંધત્વ આવી શકે છે. પરંતુ આ ખોટી માન્યતાનાં કારણે રસી લેવાનું ટાળી રહ્યાં છે.

બીજી તરફ સોરઠમાં મોટી સંખ્યામાં મજુર આવ્યાં છે. આ મજુરાે કયાંથી આવે છે? તેનુું આરાેગ્ય કેવું છે? તેણે વેક્સિન લીધી છે કે નહીં ? તે જે વાહનમાં આવે છે તે વાહન ગાઇડલાઇનનું પાલન કરે છે કે નહીં ? તેવી તંત્ર પાસે કાેઇ જ વિગતાે નથી, તે અંગે અનેક સવાલાે ઉઠી રહ્યાં છે. જેને લઇ વધતાં જતાં કાેરાેના કેસથી સ્થાનીક લાેકાેમાં ફફડાટ ફેલાયાે છે. શહેરની સરકારી હાેસ્પિટલમાં શરદી, તાવ, ઉધરસના દર્દીઓના દરરાેજના 50 થી 60 RTPCR અને 30 થી 40 એન્ટીજન ટેસ્ટ કરાવી રહ્યા છે.

જેમાં ગત અઠવાડિયામાં તાલુકામાં 11 કેસ પાેઝીટીવ જણાયાં હતાં. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં હાલ ખેતીની સીઝન હોય એક લાખથી વધુ બહારથી મજૂર આવ્યા છે. કોરોનાની રસી લીધી છે કે કેમ તેને લઇ યોગ્ય જવાબ મળતો નથી.

વેક્સિન ન લીધી હોય તેવા મજૂરને ગામમાં નો એન્ટ્રી
કેશાેદના કેવદ્રા ગામના ખેડુત અને સામાજીક કાર્યકર ભરતભાઇ લાડાણીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં પરપ્રાંતિય મજુરાેને ફરજીયાત વેક્સિન લેવા બાેર્ડ મારવામાં આવ્યું છે, જેે મજુર દ્વારા વેક્સિન લેવામાં નહીં આવી હાેય તાે તેને ગામની બહાર કાઢી મુંકવામાં આવશે. તસવીર: પ્રવિણ કરંગીયા

​​​​​​​કોરોનાની રસી લેવી જરૂરી, વ્યંધત્વની માન્યતા ખોટી : તબીબ
ડો. રાજેશભાઇ સાંગાણીએ જણાવ્યું કે, અગાઉ કાેઇપણ વ્યક્તિ કાેરાેના પાેઝીટીવ આવ્યાે હાેય તેનું સીટી સ્કેન કરવામાં આવે તાે તેને કાેરાેના પાેઝીટીવ હાેવાનું બહારે આવે જ ! જેથી કરીને દર્દી કાેરાેના પાેઝીટીવ એકટીવ છે કે કેમ તે જાણવા એન્ટીજન અને RTPCR કરાવવાે ફરજીયાત છે. તેમજ કોરોનાની રસી જીવન રક્ષક છે. તેની કોઇ આડ અસર થતી નથી. વ્યંધત્વની માન્યતા ખોટી છે.

દરેક મજૂરનું સ્કેનિંગ કરવામાં આવે છે
જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં મજુરી અર્થે આવતા પરપ્રાતિઓનું ચેકીંગ કરવામાં આવે છે. જયાં દંગા છે ત્યાં જઇને પણ વેક્સિનેશન કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના જે ખેડૂતોને ત્યાં મજુરો કામ કરતા હોય ત્યાં જઇ મજુરોએ વેક્સિનેશન કરાવ્યુ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જો વેક્સિનેશન કરાવ્યુ ન હોય તો સ્થળ પર જ વેક્સિન અપાય છે. આ ઉપરાંત દરેક ગામનાં સરપંચોને પણ જણાવાયુ છે કે પરપ્રાંતિઓ મજુર આવે તો આરોગ્ય વિભાગને જાણ કરે. - ડો.ચેતન મહેતા, જિલ્લા આરોગ્ય અધિકારી, જૂનાગઢ.

આરાેગ્ય વિભાગ કડક વલણ અપનાવે
કાેરાેનાની પ્રથમ અને બીજી લહેરની જેમ સંક્રમણ રાેકવા આરાેગ્ય વિભાગ કાેરાેના પાેઝીટીવ દર્દીની માહિતી પાેલીસ અને પાલીકાને આપે જેથી વહીવટી તંત્ર દર્દીવાળા સ્થળને સેનેટાઇઝ કરે અને દર્દીને જાહેરમાં હરતાે -ફરતાે રાેકી શકે.

10 મજૂરાેમાંથી 2 નું વેક્સિનેશન,વ્યંધત્વનો ડર છે: ખેડૂત
કેશાેદના ડેરવાણ ગામના ખેડુત અને વેપારી ગાેવિંદ ડાંગરે જણાવ્યું હતું કે, અમારી વાડીમાં કામ કરતાં પરપ્રાંતિય 10 મંજુરાે પૈકી 2 માેટી ઉંમરનાએ એક વખત વેક્સિન લીધી છે. બાકીનાઓએ વેક્સિન લીધી નથી, તેઓનું કહેવું છે કે વ્યંધત્વ થવાની બીકે મજુર યુવતીઓ વેક્સિન લેશે નહીં.

ક્યાં તાલુકામાં કેટલા મજૂર બહારથી આવ્યાં ?
ઊના - 500
વેરાવળ - 6,000
સુત્રાપાડા -35,000
કેશોદ -30,000
માણાવદર -140
માણેકવાડા -150
ગડુ -1500
કોડીનાર - 800
જૂનાગઢ - 21,000
વિસાવદર -1200

અન્ય સમાચારો પણ છે...